Home /News /gujarat /બંદૂક છોડી હવે અભિનવ બિન્દ્રા ઘરની પાછળ શૂટીંગ રેન્જમાં શાકભાજી વાવશે

બંદૂક છોડી હવે અભિનવ બિન્દ્રા ઘરની પાછળ શૂટીંગ રેન્જમાં શાકભાજી વાવશે

#ભારત માટે ઓલિમ્પિકમાં વ્યક્તિગત સ્પર્ધામાં એકમાર્ત ગોલ્ડ મેડલ જીતનાર શૂટર અભિનવ બિન્દ્રાએ સોમવારે બ્રાઝિલમાં ચાલી રહેલા રિયો ઓલિમ્પિકમાં 10 મીટર એર રાયફલ સ્પર્ધામાં ચોથા સ્થાને રહ્યા અને મેડલથી એક પગલું ચૂકી ગયા

#ભારત માટે ઓલિમ્પિકમાં વ્યક્તિગત સ્પર્ધામાં એકમાર્ત ગોલ્ડ મેડલ જીતનાર શૂટર અભિનવ બિન્દ્રાએ સોમવારે બ્રાઝિલમાં ચાલી રહેલા રિયો ઓલિમ્પિકમાં 10 મીટર એર રાયફલ સ્પર્ધામાં ચોથા સ્થાને રહ્યા અને મેડલથી એક પગલું ચૂકી ગયા

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ભારત માટે ઓલિમ્પિકમાં વ્યક્તિગત સ્પર્ધામાં એકમાર્ત ગોલ્ડ મેડલ જીતનાર શૂટર અભિનવ બિન્દ્રાએ સોમવારે બ્રાઝિલમાં ચાલી રહેલા રિયો ઓલિમ્પિકમાં 10 મીટર એર રાયફલ સ્પર્ધામાં ચોથા સ્થાને રહ્યા અને મેડલથી એક પગલું ચૂકી ગયા

કરિયરના છેલ્લા ઓલિમ્પિકમાં મેડલ જીતવાની આટલી નજીક પહોંચ્યા બાદ મેડલથી ચૂકી ગયેલા બિન્દ્રાએ કહ્યું કે, મારી નિશાનેબાજીની કારકિર્દી હવે ખતમ થઇ છે. એટલું જ નહીં પરંતુ શોખ ખાતર પણ નિશાનબાજી નહીં કરૂ.

સ્પર્ધાના એક કલાક બાદ બિન્દ્રાએ આરામથી પત્રકારો સાથે વાતચીત કરી અને સવાલોના જવાબ આપ્યા. બિન્દ્રાએ કહ્યું કે, એમને ખબર નથી કે તે ભવિષ્યમાં શુ કરવાના છે. પરંતુ એ નક્કી છે કે નિશાનેબાજીનું હવે આવનારા સમયમાં એમના માટે કોઇ સ્થાન નથી. શોખ ખાતર પણ તેઓ નિશાનેબાજી નહીં કરે.

બિન્દ્રાએ કહ્યું કે, તેમણે પોતાનું સર્વશ્રેષ્ઠ કર્યું પરંતુ મેડલ જીતી ન શક્યા.

બિન્દ્રાને પુછાયું કે, ઘરમાં શોખ ખાતર તો તેઓ નિશાનબાજી કરશે તો જવાબ આપ્યો કે, હું ઘરની પાછળના ભાગમાં શૂટીંગ રેન્જમાં શાકભાજી ઉગાડવાનો છું.

શું તમે આ નિર્ણયને લઇને ગંભીર છો? તો એણે કહ્યું કે શું હુ તમને ગંભીર વ્યક્તિ નથી દેખાતો.

મેડલ ન મળતાં બિન્દ્રા પોતાની જાતને વધુ કઠોર બતાવવા પ્રયાસ કરી રહ્યો છે? સવાલના જવાબમાં બિન્દ્રાએ કહ્યું કે, આનાથી વધુ હું કરી પણ શું શકુ છું. તમે મારાથી શું ઇચ્છો છો, શું હું રોવાનું શરૂ કરી દઉ. મેં મારૂ બેસ્ટ પ્રદર્શન કર્યું છે. મેડલ ન આવ્યો એ બીજી વાત છે.
First published:

Tags: ગોલ્ડ મેડલ, ભારત, રિયો ઓલિમ્પિક, રિયો ડી જાનેરો, શૂટીંગ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन