Home /News /gujarat /

નીતિન પટેલ આમંત્રણ પત્રિકા વિવાદઃ સરકાર હરકતમાં, મીડિયાને નેતાઓથી દૂર રાખવા પ્રયાસ

નીતિન પટેલ આમંત્રણ પત્રિકા વિવાદઃ સરકાર હરકતમાં, મીડિયાને નેતાઓથી દૂર રાખવા પ્રયાસ

નિતીન પટેલ

એક તરફ વાઇબ્રન્ટ સમિટ શરૂ થઈ છે અને આ જ સમયે આમંત્રણ પત્રિકામાં નામ ન છાપવાનો વિવાદ થતાં સરકાર હરકતમાં આવી છે.

    પ્રણવ પટેલ, ગાંધીનગરઃ અમદાવાદ ખાતે ગુરુવારે વડાપ્રધાન મોદીએ 1500 પથારીવાળી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આમંત્રણ પત્રિકા છાપવામાં આવી હતી. આ પત્રિકામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ગાયબ હોવાથી વિવાદ ઉભો થયો છે. બીજી તરફ નામ ન હોવા બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સરકાર તરફથી અલગ અલગ કારણ આપવામાં આવી રહ્યા છે. જ્યારે નીતિન પટેલનું કહેવું છે કે નામ હોય કે ન હોય તેનાથી તેમની કોઈ ફરક પડતો નથી. તેઓ પોતાનું કર્મ કરતા રહેશે. આ મામલે વિવાદ વધતા હવે સરકાર પણ હરકતમાં આવી છે.

    સરકાર હરકતમાં આવી

    એક તરફ વાઇબ્રન્ટ સમિટ શરૂ થઈ છે અને આ જ સમયે આમંત્રણ પત્રિકામાં નામ ન છાપવાનો વિવાદ થતાં સરકાર હરકતમાં આવી છે. આ મામલે સરકારે પોલીસને ખાસ સૂચના આપી છે. સૂચના પ્રમાણે વાઇબ્રન્ટ સમિટ દરમિયાન નેતાઓને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. વાઇબ્રન્ટના ગેટથી મીડિયાને દૂર રાખવામાં આવ્યું છે. સરકાર નથી ઇચ્છી રહી કે પક્ષના કોઈ નેતા આ વિવાદ મામલે કોઈ નિવેદન આપે અને સમિટ દરમિયાન કોઈ નવો વિવાદ ઉભો થાય.

    આ પણ વાંચોઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વિદાય નિશ્ચિત!

    મોદીને આવકારવા ન ગયા નીતિન પટેલ!

    સામાન્ય રીતે જ્યારે જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવી પહોંચે છે ત્યારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને રાજ્યપાલ તેમને આવકારવા પહોંચતા હોય છે. પરંતુ 17મી જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે નાયબ મુખ્યમંત્રી તેમને સ્વાગત માટે પહોંચ્યા ન હતા. એટલું જ નહીં મોદીએ જ્યારે ગાંધીનગર ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું ત્યારે પણ તેઓ ટ્રેડ શોમાંથી અધવચ્ચેથી જ નીકળી ગયા હતા.

    આ મામલે જ્યારે મીડિયાએ નીતિન પટેલ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, કોનું નામ છાપવું અને ન છાપવું એ મ્યુનિસિપિલ કોર્પોરેશન નક્કી કરતું હોય છે. નામ હોય કે ન હોય તેનાથી મને કોઈ ફરક પડતો નથી. હું વિનમ્ર અને વિવેકી છું, હું મારું કામ કરતો રહીશ.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: SVP, Vibrant Summit, Vijay Rupani, VS Hospital, નરેન્દ્ર મોદી, નિતિન પટેલ, પીએમ

    આગામી સમાચાર