Home /News /gujarat /હું બીજેપી છોડીને ક્યાંય નથી જવાનો, પાર્ટીમાં જ છું: નીતિન પટેલ

હું બીજેપી છોડીને ક્યાંય નથી જવાનો, પાર્ટીમાં જ છું: નીતિન પટેલ

અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે તે અમારો આંતરિક વિવાદ છે. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે મારું સન્માન રહે: નીતિન પટેલ

અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે તે અમારો આંતરિક વિવાદ છે. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે મારું સન્માન રહે: નીતિન પટેલ

ગાંધીનગરઃ ખાતાઓની ફાળવણીને લઇને નારાજ થયેલા ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે આખરે પોતાની પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું છે કે, 10 ધારાસભ્યોને લઈને હું રાજીનામું આપીશ એ વાત ખોટી છે. પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ મેં મારી લાગણી વ્યક્ત કરી છે. પાર્ટી હાઈકમાન્ડ મારી માંગણીઓને લઈને ગંભીર છે.

અમારો આંતરિક વિવાદઃ નીતિન પટેલ

નીતિન પટેલે જણાવ્યું છે કે, 'અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે તે અમારો આંતરિક વિવાદ છે. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે મારું સન્માન રહે. મેં ભાજપ માટે 40 વર્ષ સુધી મહેનત કરી છે. હું પાર્ટીને નહીં છોડું.' હાર્દિક પટેલની ઓફર અંગે નીતિન પટેલે કહ્યું હતું કે, 'હાર્દિક મને મળવા આવશે તો હું તેને ચોક્કસ મળીશ. મારા માટે મહેસાણા બંધ કરવાની જરૂર નથી.' નોંધનીય છે કે એસપીજીના આગેવાન લાલજી પટેલે નીતિન પટેલને અન્યાય થયો હોવાની વાત કરીને પહેલી જાન્યુઆરીના રોજ મહેસાણા બંધનું એલાન કર્યું છે.

નીતિન પટેલ સાથે અન્યાય થયોઃ લાલજી પટેલ

લાલજી પટેલે નીતિન પટેલ સાથે અન્યાય થયો હોવાનું કહીને પ્રથમ જાન્યુઆરીના રોજ મહેસાણા બંધનું એલાન કર્યું છે. નીતિન પટેલ મહેસાણાથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. લાલજી પટેલે કહ્યું હતું કે, 'નીતિન પટેલ સમાજના અગ્રણી છે. તેઓ સીએમ પદના દાવેદાર હતા. તેઓ હાલમાં નારાજ છે. જો તેમની સાથે યોગ્ય ન્યાય નહીં કરવામાં આવે તો ગુજરાતની જનતમાં રોષ ફેલાશે. ગુજરાતના વિકાસ માટે નીતિન પટેલને સીએમ બનાવવા જોઈએ. પહેલા પણ પાટીદારના મુખ્યમંત્રીઓ સાથે અન્યાય થયો છે.'

નીતિનભાઈએ પાર્ટીનો નિર્ણય માનવો જોઈએઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ તેમજ પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નીતિન પટેલની નારાજગી અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, 'તેમણે પાર્ટીનો જે પણ નિર્ણય હોય તે સ્વીકારી લેવો જોઈએ. તેઓ કોઈ વાતે નારાજ હોય તો તેમણે કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરવી જોઈએ.'
First published:

Tags: Deputy cm, Vijay Rupani, આનંદીબેન પટેલ, નિતિન પટેલ, ભાજપ, લાલજી પટેલ, હાર્દિક પટેલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन