Home /News /gujarat /

જો કોંગ્રેસ પાસે કોઇપણ પુરાવા હોય તો આપે : મગફળી કાંડ મુદ્દે નીતિન પટેલ

જો કોંગ્રેસ પાસે કોઇપણ પુરાવા હોય તો આપે : મગફળી કાંડ મુદ્દે નીતિન પટેલ

નીતિન પટેલની ફાઇલ તસવીર

પરેશ ધાનાણીએ મગફળી કાંડ અંગે કહ્યું કે, 'સરકારના મળતિયાઓ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યુ છે.'

    અંકિત પોપટ, રાજકોટ / દીપિકા ખુમાણ, અમદાવાદ  : કચ્છના ગાંધીધામમાં આવેલી શાંતિ ગોડાઉનમાં ખેડૂતોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન મગફળીની ગુણીમાં પથ્થર અને માટીના ઢેફા નીકળ્યા હતા. આ મુદ્દે ફરી એક વાર વિપક્ષના નેતા પપરેશ ધાનાણીએ ઝંપલાવ્યું છે. ધાનાણીએ સરકાર અને સત્તાધારી ભાજપ પર સનસનીખેજ આક્ષેપો કર્યો છે. ધાનાણીએ કહ્યું કે સરકારના મળતિયાઓે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યુ છે. આ કૌભાંડમાં ભાજપના મળતિયાઓ જોડાયેલા છે. ધાનાણીએ એટલેથી ન અટકતાં ત્યાં સુધી કહ્યું કે મગફળી કૌભાંડના તાર સીએમ ઓફિસ સુધી જોડાયેલા છે. આ નિવેદન પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર હુમલો કર્યો હતો.

    'કંઇપણ પુરાવા હોય તો મને મળે'

    નીતિન પટેલે કોંગ્રેસ પર હુમલો કરતાં કહ્યું કે, 'કોંગ્રેસને તો બોલીને જતા રહેવાનું છે. જો મુખ્યમંત્રી સાથે આ કૌભાંડનાં તાર જોડાયેલા હોય તો કાલે જ મને ગાંધીનગર મળે અને વિગત આપે, મુખ્યમંત્રીને મળે. આવી રીતે આક્ષેપો કરીને છટકી જવું તે કોઇ જવાબદાર વિરોધ પક્ષનું કામ ન હોય. આ અંગે તેમની પાસે જે કંઇપણ પુરાવા હોય, માહિતી હોય તે અમને આપે. આનાથી ઉલ્ટું તેઓ તો અમને દેખાતા જ બંધ થઇ ગયા છે. તેમની વાત અમને મીડિયાનાં માધ્યમથી ખબર પડે છે.'

    'મગફળી કાંડનાં તાર મુખ્યમંત્રી કાર્યલાય સુધી જોડાયેલા છે'

    પરેશ ધાનાણીએ આ મુદ્દે કહ્યું હતું કે, “ ગુજરાતની જનતા સવાલ પૂછે કે કોના ઇશારે આ મગફળી કૌભાંડ છાવરવામાં આવી રહ્યું છે, તે સવાલ ગુજરાતની જનતા પૂછી રહી છે. પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે છતાં બે બે વર્ષ પછી રાજ્ય સરકાર મગફળી કાંડના મળતિયાઓને છાવરવામાં આવી રહી હતી. મગફળીમાંથી કાંકરા નીકળે તેનો સરકાર જવાબ આપે. સરકારના જ મળતિયાઓએ પહેલાં મગફળીના ગોડાઉન સળગાવ્યા હતા. મેં 96 જગ્યાએ પ્રતિક ઉપવાસ ધરણા કર્યા હતા. જો મગફળી કાંડની તટસ્થ તપાસ થાય તો મગફળી કાંડના તાર મુખ્યમંત્રી કાર્યલાય સુધી જાય તેવી પૂરતી શક્યતા છે. મગફળી કાંડમાં ચોકીદાર જ ચોર છે.”

    નાફેડના વાઇસચેરમેને આ અંગે શું કહ્યું?

    પરેશ ધાનાણીના આક્ષેપ અને કચ્છના મગફળી કૌભાંડ વિશે નાફેડના વાઇસચેરમેન અને સહકારી આગેવાન પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે આ ઘટના વર્ષ 2017ની છે, કોંગ્રેસ ખોટી રીતે આક્ષેપ લગાડી રહી છે. લોકોએ રાજ્યસરકાર અને વિજય રૂપાણી અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂકીને રાજ્યમાં 2 લાખ કરતાં વધુ મતથી સીટો જીતી છે. કોંગ્રેસે ખોટી રીતે હોબાળાઓ કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી કોઈ એજન્ડા નથી. તેમનો નેતા સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન મોબાઇલ વાપરતા જોવા મળે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gandhidham, Groundnut scam, Kutchh, Paresh dhanani, ગુજરાત, નિતિન પટેલ

    આગામી સમાચાર