Home /News /gujarat /રૂપાણીએ મુખ્યમંત્રી પદથી રાજીનામું આપ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ટ્વિટર પર ટ્રેન્ડિંગમાં

રૂપાણીએ મુખ્યમંત્રી પદથી રાજીનામું આપ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ટ્વિટર પર ટ્રેન્ડિંગમાં

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યા હતા જ્યારે બીજી બાજુ તેમની પણ સરકારમાંથી બાદબાદી થઈ છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું (Cm vijay rupani resign) આપ્યા બાદ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ (Dy,Cm Nitin Patel) સોશિયલ મીડિયા અને ટ્વિટર પર ટ્રેડિંગમાં ચાલી રહ્યા છે.

    અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું (Cm vijay rupani resign) આપ્યા બાદ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ (Dy,Cm Nitin Patel) સોશિયલ મીડિયા અને ટ્વિટર પર ટ્રેડિંગમાં ચાલી રહ્યા છે. ગાંધીનગર કમલમ ખાતે ટોચના નેતાઓની બેઠક પણ ચાલી રહી છે. ત્યારે ગુજરાતના નવા સીએમ કોણ હશે તે અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે સૌથી પહેલુ નામ નીતિન પટેલનું હોઈ શકે છે જેથી તે ટ્વિટપ ટ્રેન્ડ થઈ રહ્યા છે.

    આનંદી બેનના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પણ નીતિન પટેલ સીએમ બને તેવી અટકોળ શરૂ થઈ હતી અને તેમનું નામ નક્કી માનવામાં આવતું હતું. ત્યારે મહત્વનું છે કે, રાજીનામું આપતી વખતે આનંદીબેન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પણ સાથે ગયા હતા. અહીં ઉપસ્થિત નિતિનભાઇ પટેલે કહ્યું હતું કે, આનંદીબેન પટેલે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. નવા મુખ્યમંત્રીની વરણી ના થાય ત્યાં સુધી આનંદીબેન પટેલ કેર ટેકર મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળશે.





    આનંદી બેનના રાજીનામા બાદ નીતિન પટેલના મત વિસ્તારમાં ઉજવણી શરૂ કરી દેવામાં આવી હતી કારણે કે, આનંદી બેન દ્વારા રાજીનામું આપ્યા બાદ નીતિન પટેલને રાજ્યની કમાન મળી શકે તેવી શક્યતાઓ હતી પરંતુ અંતે વિજય રૂપાણીને રાજ્યની કમાન સોંપવામાં આવી હતી. જ્યારે હવે સીએમ રૂપાણીએ પણ રાજીનામું આપી દીધું અને હવે નીતિન પટેલ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે.

    આ પણ વાંચો: પાર્ટી જે કામ સોંપશે તે કરતો રહીશ: વિજય રૂપાણીનો રાજીનામા પત્ર

    વજુભાઈ વાળાએ સોશિયલ મીડિયાના તથ્યોને વખોડ્યા

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપતા વજુભાઈ વાળાએ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે સીએમ જે બનશે તે ગુજરાતના હિત માટે કાર્ય કરશે અને સોશિયલ મીડિયા ચાલી રહેલા નીતિન પટેલના ટ્રેન્ડને લઈને નિવેદન આપ્યું અને કહ્યું કે સોશિયલ મીડિયાના તથ્યોને પર પાર્ટી નથી ચાલતી તે માત્ર તથ્યો છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: BJP Guajrat, CM Vijay Rupani, DyCM Nitinpatel

    विज्ञापन
    विज्ञापन