Home /News /gujarat /ગુજરાત ભાજપમાં ખેંચતાણ, નીતિન પટેલની પાર્ટી કાર્યકર્તાઓને અફવાથી દૂર રહેવાની સલાહ

ગુજરાત ભાજપમાં ખેંચતાણ, નીતિન પટેલની પાર્ટી કાર્યકર્તાઓને અફવાથી દૂર રહેવાની સલાહ

  ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી અલગ અલગ સોશિય મીડિયા વેબસાઈટ્સ પર એવી ચર્ચા ચાલી રહી છે કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ બળવો કરવાની તૈયારીમાં છે. લોકસભાને હવે એક વર્ષ કરતા પણ ઓછો સમય બચ્યો છે. એવામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

  નિતિન પટેલ જ્યાં આ સમગ્ર મામલે તેની છબિને ખરડાવવાની કવાયત બતાવી રહ્યાં છે. જ્યારે રાજકીય પંડિતો એવું માની રહ્યાં છે કે ગુજરાતની ચૂંટણી બાદ નિતિન પટેલનો અભિગમ હાઈ કમાનને પસંદ આવ્યો નથી. એવામાં આ પાર્ટીની અંદર પટેલનું કદ ઘટવાની શરૂઆત છે.

  ભાજપની અંદર બળવાની અટકળોને બળ મળતું જોવા મળતા નિતિન પટેલે તમામ વાતોને અફવા ગણાવી હતી. તેને 20 ધારાસભ્યોનું સમર્થન મળી રહ્યું હોવાની વાતને પણ અફવા ગણાવી હતી. આ સાથે જ ભાજપની નારાજ ધારાસભ્યો અને નેતાઓની સાથે તેની મુલાકત થવાની વાતોને પણ અફવા ગણાવી હતી.

  નિતિન પટેલે ત્યારે ટ્વીટ કરીને કહ્યું હતું, 'છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર મારા વિશે એવી પોસ્ટ જોવા મળે છે કે જે મારી છબીને ખરાડવવા માટે અને મારી વિશ્વસનિયતાને ખરાબ કરવા માટે ફેલાવવામાં આવી રહી છે. હું મારા તમામ સમર્થકો અને પાર્ટી કાર્યકર્તાઓને આ તમામ અફવાઓથી દૂર રહેવા માટે અપિલ કરૂ છું. અને જો આ અફવાઓ આગળ પણ જઈ રહી છે તો આ વિરૂદ્ધ પોલીસ કેસ દાખલ કરવાનું વિચારી રહ્યું છું'

  નિતિન પટેલના આ ટ્વીટને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ આ ટ્વીટને રિટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે, 'નિતિનભાઈ પટેલ વિશે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવી રહ્યાં છે. નિતિન ભાઈ પાર્ટીના વરિષ્ઠ નેતા છે અને નાયબ મુખ્યમંત્રીના નાતે તે લોકોની ભલાઈ માટે સારા કામ કરી રહ્યાં છે. ભાજપના તમામ ધારાસભ્યો તેમની સાથે છે. જેથી ભાજપ આ પ્રકારની વાતોને સહન નહિં કરે.'  તો વળી 2019ની ચૂંટણીને ધ્યાને રાખીને પાર્ટીએ 11 સભ્યોની એક સમિતિ બનાવી છે. જેમાં નિતિન પટેલનું નામ પ્રમુખ પદ પર રજૂ કરવામાં આવ્યું છે. આ સમિતિને ગુજરાતની 26 લોકસભાની સીટો પરના ઉમેદવારનોના નામ ફાઈનલ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. એટેલે એ વાત તો નક્કી છે કે લોકસભાની ચૂંટણી સુધી તો નિતિન પટેલ પાર્ટી સાથે જોડાયેલા રહેશે.

  નિતિન પટેલની પાર્ટીના નેતૃત્વથી નારજ થયા હતા તે વાત કોઈનાથી છુપાયેલી નથી. આ વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી બાદ વિજય રૂપાણી સરકારના શપથગ્રહણ બાદ નિતિન પટેલે પોતાનો પદભાર સંભાળવા માટે ઈનકાર કરી દીધો હતો. પહેલાની સરકાર પાસે પટેલના નાણાંમંત્રી હતી. પરંતુ હાલની સરકારમાં આ જવાબદારી સૌરભ પટેલ પટેલને સોંપવામાં આવી હતી. જેથી નિતિન પટેલની નારાજગી સ્વાભાવિક છે. જો કે બાદમાં નિતિન પટેલને તેની પસંદગીનો પોર્ટફોલિયો ફરી સોંપી દેવામાં આવ્યો હતો.

  વરિષ્ઠ પત્રકાર અને રાજનિતિક વિશ્લેશક હરિ દેસાઈનું માનવું છે કે પાર્ટીમાં હવે તેનું ભવિષ્ય કંઈ ખાસ ઉજ્જવળ નથી. વરિષ્ઠ ત્રકાર અને રાજનિતિક વિશ્લેશક હરિ દેસાઈનું કહેવું છે કે 'પાર્ટીમાં હવે તેનું ભવિષ્ય ઉજ્જળું નથી. ઈતિહાસ બતાવે છે કે પાર્ટી કોઈ પણ વિરોધીઓને સહન નહિં કરે. જનસંઘના મોટો ચહેરો બલરાજ મઠોકને પણ આ પહેલા પાર્ટીથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. અડવાણી પણ આ વાતનું ઉદાહરણ છે.'

  પાર્ટીને એવું લાગે છે કે ચૂંટણી બાદ નિતિન પટેલના નખરા વધી ગયા છે. પરંતુ પાર્ટી તેને વધારે સમય માટે સહન નહિ કરી લે.
  Published by:Nisha Kachhadiya
  First published:

  Tags: Bhajap, કોંગ્રેસ, ગુજરાત, નિતિન પટેલ, ભાજપ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन