Home /News /gujarat /Vibrant Gujarat: મેક ઇન ઇન્ડિયાનું સપનું સાકાર કરવા નીતિ આયોગનાં વડા વિચાર-વિમર્શ કરશે

Vibrant Gujarat: મેક ઇન ઇન્ડિયાનું સપનું સાકાર કરવા નીતિ આયોગનાં વડા વિચાર-વિમર્શ કરશે

પ્રતિકાત્મક તસવીર

ગુજરાત દેશના સૌથી ઝડપથી વિકસતા રાજ્યોમાંનું એક છે તેમજ ભારતના ટોચના 5 વિદેશી મૂડી રોકાણ ધરાવતા રાજ્યોમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.

વિવિધ ક્ષેત્રોમાં વિકાસની તકો વિશે ચર્ચા-વિચારણા કરવા માટે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં તારીખ 18 જાન્યુઆરી 2019 ના રોજ ‘મેઈક ઈન ઈન્ડિયા’ પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ દેશમાં ‘મેઈક ઈન ઈન્ડિયા’ કાર્યક્રમની મુખ્ય સિદ્ધિઓ અને તેની અસરો તેમજ ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ, ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર્સ અને ઔદ્યોગિક નીતિ જેવાં તેના મુખ્ય સ્તંભો વિશે ચર્ચા કરવાનો છે.
આ ઉપરાંત સેમિનારમાં ‘મેઈક ઈન ઈન્ડિયા’ની સિદ્ધિઓ અને ‘મેઈક ઈન ઈન્ડિયા’, ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર્સ, ઈન્ડસ્ટ્રીયલ પાર્કસ અને ઈન્ડસ્ટ્રી સહિતના વિવિધ વિષયો પર ઉચ્ચસ્તરીય ચર્ચાઓ યોજાશે.

કોણ કોણ હાજરી આપશે

નવમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 18 જાન્યુઆરી ના રોજ ઉદ્દઘાટન સત્ર બાદ ‘મેક ઇન ઇન્ડિયા’ વિષય પર વિશેષ સેમિનાર યોજાશે. જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પોલીસી એન્ડ પ્રમોશન (DIPP) ના સચિવ રમેશ અભિષેક મુખ્ય વક્તવ્ય આપશે. આ ઉપરાંત નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર અલ્કેશ શર્મા, કેપીએમજી ઇન્ડિયાના ચેરમેન અને સીઈઓ શ્રી અરૂણ કુમાર, ઇમર્સન ઓટોમેશન સોલ્યુશન્સના પ્રેસિડન્ટ માઇકલ ટ્રેન (Mr.Michael Train), સુઝલોન ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી તંતી સહિત ટોચના ઉદ્યોગપતિઓ ચર્ચામાં ભાગ લેશે.

બે સત્રોમાં વિભાજિત સેમિનારના પ્રથમ સત્રમાં ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ પર ચર્ચા હાથ ધરાશે. ડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત પ્રયત્નો અને સુસંગત નીતિની પહેલથી આજે ભારતે ગ્લોબલ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ઝડપી પ્રગતિ કરી છે. ગ્લોબલ ઈઝ ઓફ ડુઈંગમાં વર્ષ 2014માં ભારતનો ક્રમ 142 મો હતો જે 65 જેટલો આગળ વધીને વર્ષ 2018 માં 77 મા ક્રમે રહ્યો છે.

દેશમાં ઔદ્યોગિક વિકાસને ઝડપી બનાવવા માટે ઉદ્યોગો માટે મૈત્રીપૂર્ણ અને નિયમનકારી વાતાવરણ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની સરળતા વધારવા અને મેન્યુફેક્ચરીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારાને પ્રોત્સાહન આપવાના હેતુથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ – 2014માં ફ્લેગશીપ પહેલ ‘મેઈક ઈન ઈન્ડિયા’ નો સફળ શુભારંભ કરાવવામાં આવ્યો હતો. ‘મેઈક ઈન ઈન્ડિયા’ ફ્લેગશીપ કાર્યક્રમ કેન્દ્ર સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ અને તેની સરળ પ્રક્રિયા રજૂ કરે છે. મેન્યુફેક્ચરીંગ ઉદ્યોગના 25 પેટા-ક્ષેત્રોનાં સમાવેશથી મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રમાણમાં નવીન રોકાણોને અવકાશ મળ્યો છે, જેના પરિણામ સ્વરૂપે દેશમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો રોજગારીની તકોનું સર્જન થયું છે.

સેમિનારમાં દેશમાં ભવિષ્યના આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ જગતના ઉદ્યોગપતિઓ ‘મેઈક ઈન ઈન્ડિયા’ પહેલને આગળ વધારવા માટે પોતાના મંતવ્યો રજૂ કરશે.

ક્યા-ક્યા મુદ્દા મહત્વનાં રહેશે ?

સેમિનારના બીજા સત્રમાં ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર, ઈન્ડસ્ટ્રીયલ પાર્ક અને ઈન્ડસ્ટ્રી 4.0 જેવા વિષય સાથે દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર (ડીએમઆઈસી) અંતર્ગત ઉત્પાદન અને રોકાણના શ્રેષ્ઠ સ્થળો બાબતે ઉચ્ચ-સ્તરીય ચર્ચા-વિચારણા કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડીએમઆઈસીમાં 36 ટકા હિસ્સા સાથે દેશના ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત ભવિષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ગુજરાતના યોગદાન અંગે માહિતી આપતાં ધોલેરા એસઆઇઆરના સીઇઓ શ્રી જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે ‘મેઈક ઈન ઈન્ડિયા’ને સફળ બનાવવામાં ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે." ગુજરાતે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં સતત ટોપ – 3 ક્રમમાં રહ્યું છે જ્યારે સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે ઉત્તમ રેન્કીંગ બદલ શ્રેષ્ઠ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. રાજ્ય સરકારના સતત પ્રયત્નો સુનિશ્ચિત કરે છે કે, એક સક્ષમ ઇકોસિસ્ટમ નવા રોકાણો ફળદાયી સાબિત થાય છે.

ગુજરાતનો વિકાસ કેટલો ?

સરકારે જણાવ્યું કે, ગુજરાત દેશના સૌથી ઝડપથી વિકસતા રાજ્યોમાંનું એક છે તેમજ ભારતના ટોચના 5 વિદેશી મૂડી રોકાણ ધરાવતા રાજ્યોમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. એપ્રિલ 2000 થી માર્ચ 2018 સુધીમાં ગુજરાતને એકત્રિત 18.7 અબજ અમેરિકન ડોલર (USD18.7 billion) નું વિદેશી મૂડી રોકાણ પ્રાપ્ત થયું છે, જે એપ્રિલ 2000 થી માર્ચ 2018 સુધીમાં ભારતમાં થયેલા કુલ એફડીઆઈના 5% જેટલું છે. વર્ષ 2013-14 થી 2017-18 સુધીમાં એટલે કે છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાતમાં 10 અબજ અમેરિકન ડોલર (US$10 billion) વિદેશી મૂડી રોકાણ પ્રાપ્ત થયું છે.

3000થી વધુ લોકોએ નોંધણી કરાવી

દેશ અને વિવિધ રાજ્યોમાં રોકાણને આકર્ષવા અને ઉત્પાદન ક્ષમતામાં ગતિ લાવવા માટે ‘મેક ઇન ઇન્ડિયા’ સેમિનારમાં સહભાગી થવા અનેક વ્યવસાયકારો-ઉદ્યોગકારો રસ દાખવ્યો છે જેના પરિણામે આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે 3000 થી વધુએ નામ નોંધાણી કરાવી છે.
First published:

Tags: Global Investors' Summit, Vibrant Gujarat-2019, ગુજરાત

विज्ञापन