Home /News /gujarat /

ગુજરાતની 9 GIDC પ્રદુષણ ફેલાવતી કેટેગરીમાં સામેલ, સાબરમતીમાં છોડાય છે લાલ પાણી

ગુજરાતની 9 GIDC પ્રદુષણ ફેલાવતી કેટેગરીમાં સામેલ, સાબરમતીમાં છોડાય છે લાલ પાણી

રવિવારના દિવસે ઈન્ડસ્ટ્રીનું કેમિકલયુકત પાણી છોડાય છે સાબરમતી નદીમાં જેને કારણે અહીં આસપાસના લોકો ચામડીના રોગનો ભોગ બને છે.

રવિવારના દિવસે ઈન્ડસ્ટ્રીનું કેમિકલયુકત પાણી છોડાય છે સાબરમતી નદીમાં જેને કારણે અહીં આસપાસના લોકો ચામડીના રોગનો ભોગ બને છે.

  દિપીકા ખુમાણ, અમદાવાદ : નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાતની વડોદરા, અંકલેશ્વર સુરત વાપી અને વટવા જીઆઈડીસીને અત્યંત પ્રદુષણ ફેલાવતી GIDCની કેટેરગીમાં મૂકીને તેનાં વિસ્તારને ક્રિટીકલી પોલ્યુટેડ વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. આ યાદીમાં દેશની સૌથી વધુ પ્રદુષણ ફેલાવતી 100 ઓદ્યોગિક વસાહતોની યાદીમાં ગુજરાતની નવ GIDCનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં અમદાવાદની નરોડા-ઓઢવ GIDCને 77માં ક્રમાંકે જ્યારે વટવા નારોલને 36માં ક્રમે જાહેર કરવામાં આવી છે, છતાં GIDCને કોઈ ફરક ન પડ્યો હોય તેમ રવિવારના દિવસે પણ ઈન્ડસ્ટ્રી દ્રારા કેમિકલયુક્ત પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું.

  નદીના છોડાયું લાલ અને કેમિકલયુક્ત પાણી
  આ સવાલોના જવાબ મેળવવા જ્યારે ન્યૂઝ18 ગુજરાતની ટીમ વિશાલા બ્રિજ પાસે પહોંચી ત્યારે તે દ્દશ્યો સામે આવ્યા તે ખરેખર ચોંકાવનારા હતા. GIDC હોય કે પછી ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી કે પછી સુએજનું પાણી જેણે પણ આ પાણી છોડ્યું હોય તેણે સાબરમતી નદીને દુષિત કરવાનું કાવતરું કર્યુ હોવાનું સામે આવ્યું હતું, કારણ કે આ જ ગંદુ લાલ પાણી નદીમાં એવી રીતે ભળી રહ્યું હતું કે સમગ્ર નદી આ પાણીથી દુષિત થઈ રહી હતી.

  આ પણ વાંચો : આનંદો! વાસણા બેરેજમાંથી પાણી છોડાયું, પાંચ તાલુકાના ખેડૂતોને ફાયદો થશે

  દોઢ કલાક નિરિક્ષણ
  પાણીમાંથી એટલી દુર્ગધ આવતી હતી કે અહીં કોઈ ઉભું પણ નહોતું રહી શકતું, અહીં સ્થાનિકોનાં કહેવા પ્રમાણે આ જ લાલ પાણીને કારણે આસપાસના લોકોને ચામડીના રોગ થાય છે પણ કોઈ તેમનું સાંભળતું નથી. અહીંના સ્થાનિક જયેશ મુંધવાનું કહેવુ છે કે નદીમાં છોડાતા લાલ પાણીને કારણે આસપાસના ગામોમાં ચામડીના રોગ પણ થયા છે.


  નદીમાં ક્યાંથી આવે છે કેમિકલયુક્ત પાણી ?
  કેન્દ્રીય પ્રદુષણ બોર્ડે જળ જમીન અને વાયુના પ્રદુષણના કાયદાઓની જોગવાઈઓને આધારે દેશનના જુદાં જુદાં ઓદ્યોગિક વસાહતનો અ્ભ્યાસ કર્યો હતો. જેમાં કોમ્પિહેન્સિવ એન્વાયરમેન્ટર પોલ્યુશન ઈન્ડેક્સને આધારે અભ્યાસ કરવામાં આવ્યો છે, તેને આધારે હવા, પાણી અને જમીનના પ્રદુષણને ધ્યાનમાં રાખીને માપણી પણ કરવામાં આવી. આ માપણીને અંતે સામે આવ્યું કે વટવામાં 70.94 જેટલો સેપી સ્કોર છે, જે ખરેખર કુદરતને નુકશાન પહોંચાડી રહ્યું છે.

  આ પણ વાંચો : લેસન નહીં લાવનાર વિદ્યાર્થીઓને બંગડીઓ પહેરાવનાર શિક્ષક સામે તપાસના આદેશ

  શું છે હકીકત ?
  આ અંગે નરોડાના ઈન્ડસ્ટ્રીઝ પ્રોજેક્ટ લિમિટેડના પ્રમુખ શૈલેષ પટવારીએ સ્વીકાર્યુ કે નદીમાં 1 હજાર લિટર પાણી સુએજનું છે જ્યારે બાકીનું પાણી કેમિકલનું છોડવામાં આવે છે. અમારી ઇન્ડસ્ટ્રીઝ કુદરતને હાનિ ના પહોંચે તે રીતે કામ કરે છે. અમારા ધ્યાનમાં કેટલીક વાતો સામે આવી છે. એક વાત એવી છે કે કોર્પોરેશનની ડ્રેનેજ લાઈનમાં ચોક્કસ કેમિકલવાળા ટેન્કર ખાલી કરવામાં આવતા હોય છે. અન્ય ઈન્ડસ્ટ્રી કોર્પોરેશનની ડ્રેનેજમાં પેટ્રોલપપની સર્વિસ મેળવવાનું બહાનું કાઢીને કેમિકલવાળું પાણી ડ્રેનેજ લાઈનમાં છોડી દે છે. અમારી એસોસિએશને આવા ઘણા ટેન્કરો પકડ્યા છે અને આવા ટેન્કરને છતી કરવા બદલ અમારી સામે ઘણી વાર આંગળી પણ ઉઠે છે પરંતુ અમે ડરતા નથી.

  અમારી પાસે તો cctvની સુવિધા પણ છે. આવી ઘટનાઓને અટકાવવા કોર્પોરેશન,એસોસિએશન અને પોલીસની સંયુક્ત ટીમે મળીને કામ કરવું પડશે. આવી કેમિકલયુક્ત પાણી ખોટી રીતે છોડી દેવાય તે માટે 1 ગેંગ પણ સક્રિય છે. આ ગેંગ 30થી 40 હજાર રૂપિયા લે છે. માહિતી એવી પણ છે કે પાણીને સગેવગે કરવા માટે ચોક્કસ 5 થી 10.લાખનો હપ્તો ઉઘરાવાય છે. કુદરતને નુકશાન ના થાય તે માટે આવા તત્વો પર કડક કાર્યવાહી કરવી પડે. કેટલાક તત્વોને કારણે આખી GIDCને માથે માછલાં ધોવાય છે અને બદનામ બને છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: અમદાવાદ, ગુજરાત, જીઆઇડીસી, પ્રદુષણ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन