Home /News /gujarat /

નિકોલમાં મૃતાંક 4 પર પહોંચ્યો,મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર,મૃતકોના પરિવારોને ચાર લાખની સહાય જાહેર

નિકોલમાં મૃતાંક 4 પર પહોંચ્યો,મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર,મૃતકોના પરિવારોને ચાર લાખની સહાય જાહેર

અમદાવાદઃનિકોલમાં AMC ડિમોલિશન દરમિયાન દીવાલ ધરાશાયી થતાં વધુ એકનું મોત થતાં મૃત્યાંક 4 થયો છે.મૃતકોના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા ઉગ્ર માગણી કરી છે.ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ છે. લોકોએ ભાજપ વિરુદ્ધ હાય-હાયના નારા લગાવ્યા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃનિકોલમાં AMC ડિમોલિશન દરમિયાન દીવાલ ધરાશાયી થતાં વધુ એકનું મોત થતાં મૃત્યાંક 4 થયો છે.મૃતકોના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા ઉગ્ર માગણી કરી છે.ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ છે. લોકોએ ભાજપ વિરુદ્ધ હાય-હાયના નારા લગાવ્યા હતા.

nikol04

દીવાલ નીચે દબાયેલા લોકો પૈકી ચાર લોકોના મોતથી રોષ ભભુક્યો છે.મ્યુનિ. કમિશનરે દબાણ કામગીરી સ્થગિત કરાવી છે.મ઼ૃતકોના પરિવારજનોએ જવાબદાર AMCના અધિકારીઓ સામે કાર્યવાહિની માંગ કરી છે.પોલીસ ફરિયાદ કરવા પરિવારજનો અને કોંગ્રેસની માંગ છે.

મૃતકોના પરિવારજનોને વળતર આપવા અંગે બેઠકનો દોર શરૂ થયો છે.મેયર, કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વચ્ચે બેઠક ચાલું છે.દુર્ઘટના માટે કોની જવાબદારી હતી તે અંગે પણ ચર્ચા શરૂ કરાઇ છે.

મોડેથી જાણવા મળ્યા મુજબ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોને સહાય જાહેર કરાઇ છે. જેમાં મૃતકોના પરિવારને મેયરે ચાર લાખની સહાય જાહેર કરી છે.જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય કરાશે.તપાસનો રિપોર્ટ ગવર્મેન્ટને સોંપાશે.ક્રાઇમ બ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટ પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.

નિકોલમાં દિવાલ ધરાશાયી મામલે મ્યુનિ. કોર્પોરેટર કર્મચારીઓ સામે ફરીયાદ નોધાઇ છે. કૃષ્ણનગર પોલીસ મથકે નોંધાઈ જાણવા જોગ ફરીયાદ સ્થાનિક દ્વારા નોંધાવાઈ છે.પોલીસ કમિશ્નરના કહેવાથી મ઼ૃતદેહોને પોષ્ટ મોર્ટમ માટે મોકલાયા છે.ત્રણ મ઼ૃતદેહોને ડીમોલેશન સ્થળ પર જ મુકાયા હતા.પોલીસે જવાબદારો સામે કાર્યવાહિનું આશ્વાસન આપ્યું છે.

સત્તાવાર રીતે ચાર લોકોના નિપજ્યા મોત

મ઼ૃગેશ ગીરીશભાઈ પટેલ (ઉ.વ. 37)
મનસુખભાઈ રામાણી (ઉ.વ. 50)
પોપટભાઈ પટેલ (ઉ.વ. 52)
સુનિલભાઈ પટેલ (ઉ.વ. 23)
ઈજાગ્રસ્ત આકાશ પટેલ (ઉ.વ. 19)
1 વ્યક્તિ થયો ઈજાગ્રસ્ત
ઈજાગ્રસ્ત શારદા હોસ્પિટલમાં સારવાર હેઠળ
First published:

Tags: નિકોલ, મનપા, હોબાળો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन