નમસ્તે ટ્રમ્પ: અમેરિકામાં સ્થાયી થયેલા લોકો સાથે News18ની ખાસ વાતચીત, જાણો - શું છે તેમની માંગ

નમસ્તે ટ્રમ્પ: અમેરિકામાં સ્થાયી થયેલા લોકો સાથે News18ની ખાસ વાતચીત, જાણો - શું છે તેમની માંગ
નમસ્તે ટ્રમ્પ પોસ્ટર

હાલ અમેરિકામાં સરળતા છે જે પ્રથમ પેઢીના લોકો અમેરિકા ગયા તે લોકોએ ત્યાં ખુબ મહેનત સંઘર્ષ કર્યો

 • Share this:
  જનક જાગીરદાર, ખેડા : ખેડા જિલ્લાની સાક્ષરભૂમિ નડીઆદની મનોહરદાસની ખડકીના મૂળ વતની રાજુભાઈ પટેલ છેલ્લા 4 દાયકાથી અમેરિકામાં સ્થાઈ થયા છે, રાજુભાઈના મોટાભાઈ અમેરિકા હતા અને ઇમિગ્રેશનના આધારે રાજુભાઈ પટેલ 1979ના અમેરિકા ગયેલા રાજુભાઈ અમેરિકામાં ઇન્સ્યોરન્સ વ્યવસાય સ્ટોર અને ટ્રાવેલિંગ વ્યવસાયમાં કાર્યરત રહ્યા હાલ નિવૃત છે અને અમેરિકાથી નડીઆદ દર વર્ષ ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં નડીઆદમાં આવે છે, ટ્રમ્પ અને મોદીની મિત્રતા વિશે રાજુભાઈ પટેલે ન્યુઝ 18 ગુજરાતીને તેમની પ્રતિક્રિયા આપી હતી.

  રાજુભાઈ પટેલના જણવ્યા મુજબ હાલ અમેરિકામાં સરળતા છે જે પ્રથમ પેઢીના લોકો અમેરિકા ગયા તે લોકોએ ત્યાં ખુબ મહેનત સંઘર્ષ કર્યો છે, અમેરિકાના ટ્રમ્પ અને મોદીની કેમેસ્ટ્રી જામે છે માટે સ્વભાવિક છે કે બંને દેશના લોકોને ફાયદો થાય રાજુભાઈ ન્યુજર્સી સીટીમાં એશિયન વેપારી મંડળના પ્રમુખ છે, તેમને મોદી વિશે વર્ષો પહેલા ન્યુજર્સી સ્ટેટના કોંગ્રેસ મેનને કહેલ કે એક સમય આવશે કે મોદીને ભલે આજે અમેરિકાએ વિઝાના આપ્યા પણ એક દિવસ તમે અમેરિકામાં મોદી માટે લાલ કાર્પેટ પથરાશે જે આજે સત્ય સાબિત થયું છે જેનો રાજુભાઈ પટેલને સંતોષ છે.  આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના તારાપુર નગરના વાલાભાઇની ખડકીનો પટેલ પરિવાર છેલ્લા 50 વર્ષથી અમેરિકામાં સ્થાઈ થયા છે. જગદીશભાઈ પટેલ અને તેનો પરિવાર હાલ તારાપુરમાં શુભ પ્રસંગે તારાપુર આવ્યા છે. 1969ના વર્ષમાં અમેરિકા ભણવા ગયેલા માસ્ટર ડિગ્રી માટે ત્યાં અભ્યાસ કર્યો અને ત્યાંજ સ્થાઈ થયા આજે અમેરિકામાં ભારતીયો માટે સારી તક હોવાનું જણાવી રહ્યા છે.

  તારાપુર નગરની વાલાભાઇની ખડકીના જગદીશ પટેલ 1989માં અમેરિકા ગયા ત્યાં સારો અભ્યાસ કર્યો અને ખ્યાતનામ જનરલ મોટર્સ કંપનીમાં જોબ પણ કરી. હાલ અમેરિકામાં ઘણું સારું છે પહેલા કરતા અમેરિકામાં આજે ભારતીયો માટે ઉજળી તક છે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે, જગદીશ પટેલના મતે આ કારણે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો બંધાશે અને ટુરિઝમ વ્યવસાય પણ વધશે.

  ચરોતરનો આણંદ જિલ્લો અને તેનો સોજીત્રા તાલુકો સોજીત્રા તાલુકાના પીપળાવ ગામના હાલ ઘણા પરિવાર ધંધા રોજગાર અર્થે અમેરિકામાં સ્થાઈ થયા છે, અને તેમાથી ઘણા તો 52 વર્ષ 50 વર્ષ 25 વર્ષ 23 વર્ષથી અમેરિકામાં રહે છે. આ પરિવારના ઘણા સભ્યો હાલ ચરોતરના આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં લગ્ન સીઝન ચાલી રહી છે, માટે હાલ સોજીત્રાના તાલુકાના પીપળાવ ગામના મૂળ નાગરિકો કે જે હાલ બિન નિવાસી ભારતીય છે તે હાલ પીપળાવ ગામે છે.

  ડોનાલ્ડ ટ્રમ્પ પણ થોડા દિવસમાં અમદાવાદ આવવાના છે, ત્યારે પીપળાવ ગામના આ બિનનિવાસી ભારતીયોએ ટ્રમ્પના આગમન અને મોદી ટ્રમ્પની મિત્રતા અંગે પોતાના પ્રતિભાવ ન્યુઝ 18 ગુજરાતીને આપ્યો હતો.

  મૂળ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પીપળાવ ગામના વિનોદ પટેલ હાલ 75 વર્ષની જૈફ વય ધરાવે છે, પણ તેમને મળતા તેમની આટલી ઉંમર લગતી નથી. વિનોદ પટેલ 50 વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયેલા અને પ્લાસ્ટિક અને કેમેસ્ટ્રીમાં ઉચ્ચ અભ્યાસ બાદ અમેરિકામાં અન્ય વ્યવસાયમાં પણ જોડાયા, તેમણે ખુબ અમેરિકા પ્રગતિ કરી તેમના માટે મોદી અને ટ્રમ્પ તેમના હીરો છે, મોદીના અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમ બાદ અમેરિકામાં ભારતની છબી સુધારી છે.

  સોજીત્રા તાલુકા ના પીપળાવ ગામ ના મૂળ રહીશ ભુપેન્દ્ર પટેલ બલ્ડ રિલેશનમાં એફ 4 કેટેગરી માં 14 વર્ષ બાદ તેમની ફાઈલ ખુલતા અમેરિકા ગયેલા જ્યાં તેમને શરૂઆત માં ઘણી તકલીફ પડી ખાસ કરી ને ભાષા ના પ્રશ્નો ઘણા નડ્યા પણ તેમને શરૂઆત માં નોકરી પણ અમેરિકામાં કરી અને અમેરિકામાં છેલ્લા 20 વર્ષ થી સ્થાઈ થયા છે તેમના માટે મોદી ના છેલ્લા 3 વર્ષ માં અમેરિકા માં કરેલા 2 પ્રવાસ થી અમેરિકા માં રહેતા ભારતીયો ને અમેરિકનો અતિ સન્માન ની નજરે જોવે છે હાલ ટ્રમ્પ અમદાવાદ માં આવી રહ્યા છે તેનાથી અમેરિકા માં રહેતા ભારતીયો ને તો ફાયદો થશે પણ સાથે સાથે જે લોકો અમેરિકા આવવા ઇચ્છુક છે તેના માટે મોદી કઈ કરશે તેવી અપેક્ષા પણ છે

  સોજીત્રા તાલુકાના પીપળાવ ગામના જયંતીભાઈ પટેલની વાત સાવ નોખી છે, જયંતીભાઈ પટેલ માત્ર 9 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને 1997ના વર્ષમાં બ્લડ રિલેશનની ફાઈલને કારણે તેમના પરિવારના 4 સભ્યો ગયેલા. જયંતીભાઈને ભાષાની મુશ્કેલીને કારણે અતિ સામાન્ય કામમાં ત્યાં જોડાયેલા. અમેરિકામાં 16 વર્ષ રહ્યા બાદ જયંતીભાઈ છેલ્લા 5 વર્ષથી અમેરિકામાં આવન જાવન કરે છે. જયંતીભાઈના મતે ટ્રમ્પ અને મોદીને મેળ સારો છે અને ટ્રમ્પ અને મોદીની મિત્રતાને કારણે ત્યાંના લોકોને ગ્રીન કાર્ડ મળશે અને જૂની ફાઈલો પણ ખુલશે તેવી અપેક્ષા રાખે છે .

  સોજીત્રા તાલુકાના ઈસણાવ ગામના રમેશ પટેલ 1968ના વર્ષમાં બી ઈ સિવિલનો અભ્યાસ કરી સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં ગયેલા, તે સમયે 1962ના વિયેતનામ યુદ્ધની સ્થિતિનો સામનો કરી રહેલ અમેરિકામાં તકલીફ હતી. શરૂઆતમાં રમેશ ભાઈ શુદ્ધ શાકાહારીને કારણે ખોરાક અને ભોજનની તકલીફ ઉભી થયેલ પણ જાતેજ રસોઈ બનવતા શીખેલા રમેશભાઈને થોડા સમય બાદ તેમની ડિગ્રીને અનુરૂપ નોકરી મળી, તેમને જોબ સાથે ધંધામાં ઝમ્પલાવ્યું અને સફળ થયા, રમેશભાઈ પટેલના મતે મોદીએ અમેરિકા માં ભારતની છાપને સુધારી છે અને ટ્રમ્પના અમદાવાદ આવવાથી બંને દેશને ફાયદો થશે.

  હાલ ગુજરાતના અમદાવાદમાં વિશ્વની મહાસત્તા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અસંખ્ય ગુજરાતીઓ ચરોતરવાસીઓ આ બંને નેતા વચ્ચે એવી કોઈ સમજૂતી થાય કે જેથી અમેરિકામાં સ્થાઈ થવા ઇચ્છતા ગુજરાતીઓ ભારતીયો ચરોતરવાસીઓ માટે અમેરિકા જવાના દ્વાર સરળતાથી ખુલે.
  First published:February 22, 2020, 18:45 pm

  टॉप स्टोरीज