Home /News /gujarat /જાપાનની ધરતી પરથી નરેન્દ્ર મોદીએ ભારત માટે કરી મોટી જાહેરાત
જાપાનની ધરતી પરથી નરેન્દ્ર મોદીએ ભારત માટે કરી મોટી જાહેરાત
વિશ્વ અને એશિયામાં ભારત અને જાપાનના મજબૂત સબંધોને ગાઢ ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે, તે ભારતને વિશ્વની સૌથી ઓપન અર્થવ્યવસ્થા બનાવવા ઇચ્છે છે. મોદી જાપાનના ત્રણ દિવસીય પ્રવાસે છે. તે ગુરૂવારે ટોકિયો પહોંચ્યા હતા.
વિશ્વ અને એશિયામાં ભારત અને જાપાનના મજબૂત સબંધોને ગાઢ ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે, તે ભારતને વિશ્વની સૌથી ઓપન અર્થવ્યવસ્થા બનાવવા ઇચ્છે છે. મોદી જાપાનના ત્રણ દિવસીય પ્રવાસે છે. તે ગુરૂવારે ટોકિયો પહોંચ્યા હતા.
નવી દિલ્હી #વિશ્વ અને એશિયામાં ભારત અને જાપાનના મજબૂત સબંધોને ગાઢ ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે, તે ભારતને વિશ્વની સૌથી ઓપન અર્થવ્યવસ્થા બનાવવા ઇચ્છે છે. મોદી જાપાનના ત્રણ દિવસીય પ્રવાસે છે. તે ગુરૂવારે ટોકિયો પહોંચ્યા હતા.
ટોકિયામાં ઉદ્યોગપતિઓ સાથે વાત કર્યા બાદ મોદીએ ટ્વિટ કર્યું કે, હું એ કહેતો આવ્યો છું કે ભારત અને જાપાન એશિયાના ઉદયમાં મહત્વની ભૂમિકા નિભાવશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એશિયા પોતાના પ્રતિસ્પર્ધી વિનિર્માણ અને બજારના વિસ્તારના કારણે વૈશ્વિક વિકાસ માટે એક કેન્દ્રના રૂપમાં ઉભરી રહ્યું છે.
મોદીએ જાપાનના ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, ભારતમાં જાપાનની ગુણવત્તા, ઉત્કૃષ્ટતા, ઇમાનદારી અને નિષ્ઠાના પ્રતિક તરીકે જોવામાં આવે છે.
વડાપ્રધાને કહ્યું કે, બંને દેશોએ આગળ આવી ક્ષમતા અને ઉજ્જવલ તકોને હજુ વધારવી જોઇએ.
પોતાની બીજી એક ટ્વિટમાં વડાપ્રધેન કહ્યું કે, મેડ ઇન ઇન્ડિયા અને મેડ બાય જાપાનનું સંયોજન શાનદાર રીતે કામ કરી રહ્યું છે.
મોદીએ ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણનો ચોથો સૌથી મોટો સ્ત્રોત હોવા માટે જાપાનની પ્રશંસા કરી.
પોતાની ત્રણ દિવસીય યાત્રા દરમિયાન મોદી જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે વાર્ષિક દ્વિપક્ષિય સંમેલનમાં જોડાશે. આ સાથે શનિવારે બંને નેતાઓ કોબે માટે શીકાન્સેન હાઇ સ્પીડ ટ્રેનમાં યાત્રા પણ કરશે.
ગત વર્ષે ભારત યાત્રા વખતે જાપાને મુંબઇ અને અમદાવાદ વચ્ચેની હાઇ સ્પીડ ટ્રેન માટે કરાર કર્યા હતા. છેલ્લા બે વર્ષમાં મોદીની આ બીજી જાપાન યાત્રા છે.