Home /News /gujarat /ગુજરાતી ફિલ્મમાં 100 કાપકૂપ કરવા ઇચ્છે છે સેન્સર બોર્ડ

ગુજરાતી ફિલ્મમાં 100 કાપકૂપ કરવા ઇચ્છે છે સેન્સર બોર્ડ

#ઉડતા પંજાબ ફિલ્મનો સેન્સર બોર્ડનો વિવાદ ચગ્યો છે ત્યાં એક એવી ગુજરાતી ફિલ્મનો વિવાદ સામે આવ્યો છે કે આ ફિલ્મમાં સેન્સર બોર્ડ એક બે નહીં પરંતુ 100 જેટલા કટ કરવા ઇચ્છે છે. સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીસીએફસી)ની કાતરે ગુજરાતી ફિલ્મને લઇને પણ વિવાદ ઉભો કર્યો છે.

#ઉડતા પંજાબ ફિલ્મનો સેન્સર બોર્ડનો વિવાદ ચગ્યો છે ત્યાં એક એવી ગુજરાતી ફિલ્મનો વિવાદ સામે આવ્યો છે કે આ ફિલ્મમાં સેન્સર બોર્ડ એક બે નહીં પરંતુ 100 જેટલા કટ કરવા ઇચ્છે છે. સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીસીએફસી)ની કાતરે ગુજરાતી ફિલ્મને લઇને પણ વિવાદ ઉભો કર્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #ઉડતા પંજાબ ફિલ્મનો સેન્સર બોર્ડનો વિવાદ ચગ્યો છે ત્યાં એક એવી ગુજરાતી ફિલ્મનો વિવાદ સામે આવ્યો છે કે આ ફિલ્મમાં સેન્સર બોર્ડ એક બે નહીં પરંતુ 100 જેટલા કટ કરવા ઇચ્છે છે. સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીસીએફસી)ની કાતરે ગુજરાતી ફિલ્મને લઇને પણ વિવાદ ઉભો કર્યો છે.

જાણવા મળ્યા અનુસાર ગુજરાતમાં પાટીદાર આંદોલન પર આધારિત આ ફિલ્મ સળગતો સવાલ અનામતમાં 100થી વધુ કટ લગાવવાની ભલામણ કરી છે.

આ ફિલ્મ હાર્દિક પટેલના પાટીદાર અનામત આંદોલનને આધારિત છે. નિર્માતાઓ દ્વારા આ મુદ્દે અપીલ પણ દાખલ કરવામાં આવી છે. જે મામલે મંગળવારે સેન્સર બોર્ડની રિવ્યૂ કમિટી સામે બીજી વખત સુનાવણી થઇ. સીબીએફસીને વાંધો છે કે આ ફિલ્મમાં હાર્દિક પટેલને નાયક બતાવાયો છે. તમામ સીનમાંથી પટેલ અને પાટીદાર શબ્દ હટાવવા માટે કહેવાયું છે. સાથોસાથ સીબીએફસીએ ફિલ્મના મુદ્દાને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની સાથે ન જોડવાનો પણ આદેશ આપ્યો છે.

સીબીએફસી સભ્યોનું કહેવું છે આ ફિલ્મમાં કોઇ દેશદ્રોહના આરોપીને હિરો બનાવીને ફિલ્મમાં બતાવવું યોગ્ય નથી. જ્યારે ફિલ્મના નિર્દેશક રાજેશ ગોહિલનું કહેવું છે કે, આ ફિલ્મ હાર્દિક પટેલને લઇને નહીં પરંતુ અનામતના આંદોલન પર બનાવવામાં આવી છે. ગોહિલ અત્યાર સુધી સાત ફિલ્મો બનાવી ચુક્યા છે. એમના અનુસાર અભિવ્યક્તિની સ્વતંત્રતા પર આ હુમલો છે.
First published:

Tags: ગુજરાત, પાટીદાર અનામત આંદોલન, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन