Home /News /gujarat /

'સેનાએ ઘણીવાર ઓળંગી સરહદ, પરંતુ પહેલી વખત થઇ સર્જિકલ સ્ટ્રાઇક'

'સેનાએ ઘણીવાર ઓળંગી સરહદ, પરંતુ પહેલી વખત થઇ સર્જિકલ સ્ટ્રાઇક'

સર્જિકલ સ્ટ્રાઇકના મુદ્દે સરકારે સંસદીય સમિતિને જણાવ્યું કે, આવું પહેલી વખત નથી થયું, આ અગાઉ પણ સેનાએ સરહદ ઓળંગી આતંકવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી જ છે. પરંતુ પહેલી વખત એને જાહેર કરાયું છે.

સર્જિકલ સ્ટ્રાઇકના મુદ્દે સરકારે સંસદીય સમિતિને જણાવ્યું કે, આવું પહેલી વખત નથી થયું, આ અગાઉ પણ સેનાએ સરહદ ઓળંગી આતંકવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી જ છે. પરંતુ પહેલી વખત એને જાહેર કરાયું છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #સર્જિકલ સ્ટ્રાઇકના મુદ્દે સરકારે સંસદીય સમિતિને જણાવ્યું કે, આવું પહેલી વખત નથી થયું, આ અગાઉ પણ સેનાએ સરહદ ઓળંગી આતંકવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી જ છે. પરંતુ પહેલી વખત એને જાહેર કરાયું છે.

કોંગ્રેસના સત્યવ્રત ચતુર્વેદીના સવાલોનો જવાબ આપતાં ભારતના વિદેશ સચિવ એસ જયશંકરે કહ્યું કે, આવા ઓપરેશનો સેના અગાઉ પણ કરતી આવી છે. પરંતુ આ વખતે એની અસર મોટી હતી. અને એ પણ પહેલી વખત થયું છે કે, સફળ ઓપરેશન બાદ સરકારે એને જાહેર કર્યું હોય.

તેમણે કહ્યું કે, 29 સપ્ટેમ્બરે સર્જિકલ સ્ટ્રાઇક બાદ સરકાર પાકિસ્તાનના સંપર્કમાં છે. પરંતુ એ નક્કી નથી કે ભવિષ્યમાં સંબંધો કેવા હોઇ શકે છે. વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ, લેફ્ટિનેન્ટ જનરલ બિપિન રાવત, વિદેશ સચિવ એસ જયશંકર, રક્ષા સચિવ જી મોહન કુમાર અને સીમા સુરક્ષા બળના મહાનિર્દેશક કે કે શર્માએ નિયંત્રણ રેખા પાર સ્થિત આતંકવાદીઓના લોન્ચ પેડ પર ભારતીય સેના દ્વારા કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇક કાર્યવાહી અંગે વિસ્તારથી સમિતિને જાણકારી આપી હતી.

અહીં નોંધનિય છે કે, 29 સપ્ટેમ્બરે એલઓસી પાર થયેલ સર્જિકલ સ્ટ્રાઇક બાદ જમ્મુ કાશ્મીરમાં 29 વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન થયું છે.
First published:

Tags: એલઓસી, પાકિસ્તાન, ભારત, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन