Home /News /gujarat /

અમદાવાદ: વહેલી સવારે ડોલમાંથી મળી નવજાત બાળકી

અમદાવાદ: વહેલી સવારે ડોલમાંથી મળી નવજાત બાળકી

પ્રતિકાત્મક તસવીર

'અમારી ચાલીની પાતળી ગલીમાં એક ડોલમાંથી નવજાત બાળકી મળી આવી હતી.'

    હર્મેશ સુખડિયા

    અમદાવાદમાં નવજાત બાળકોના ત્યજવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધારે પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે ગઇકાલે સવારે રખિયાલ વિસ્તારમાં એક રિક્ષા ડ્રાઇવરને પોતાના ઘર પાસેથી નવજાત બાળકી મળી આવી હતી. જેની ફરિયાદ તેમણે રખિયાલ પોલીશ સ્ટેશનમાં કરાવી હતી.

    આ મામલામાં પોલીસ વિગતોમાંથી મળતી માહિતી પ્રમાણે મહાગુજરાત બેકરીની પાસે, રખિયાલ વિસ્તારમાં રહેતા રિક્ષા ડ્રાઇવરને ગઇકાલે સવારે આઠ વાગ્યાની આસપાસ એક નવજાત બાળકી મળી આવી હતી.

    આ પણ વાંચો: અરવલ્લી: કલેક્ટર-SPએ યુપી-બિહારના લોકોનો વિશ્વાસ જીતવા કર્યું જોરદાર કામ

    આ રિક્ષા ડ્રાઇવરે આ અંગે કહેતા જણાવ્યું કે, 'અમારી ચાલીની બહાર એક અવાજ આવતા અમે આસપાસના લોકો ભેગા થયા હતાં. અમારી ચાલીની પાતળી ગલીમાં એક ડોલમાંથી નવજાત બાળકી મળી આવી હતી. જ્યારે તે મળી ત્યારે તે ઘણી જ રડી રહી હતી. અમે આસપાસ આની તપાસ કરી કે આ કોની બાળકી છે પરંતુ તેની કોઇ ભાળ ન મળી. '

    આ પણ વાંચો: તમારી દીકરીની મફતમાં થશે 11,000 રૂપિયાની FD, આ રીતે કરો અરજી

    આ ઓટોરિક્ષાના ડ્રાઇવરે રખિયાલ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ અજાણ્યા માણસો સામે નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Baby girl, અમદાવાદ

    આગામી સમાચાર