Home /News /gujarat /

આગામી બે વર્ષમાં ભાવનગરમાં PNGનાં નવા ૨૪૨૪૦ કનેક્શન અપાશે

આગામી બે વર્ષમાં ભાવનગરમાં PNGનાં નવા ૨૪૨૪૦ કનેક્શન અપાશે

દરેક બાળકને તેની માતાની કોઇ એક વસ્તુ ખાસ ભાવે છે. સમયાંતરે ખાસ તેના માટે કંઇક બનાવો. શ્રેષ્ઠ તે રહેશે કે તેમાં તમારા બાળકને પણ જોડો. તેની રસોઇમાં મદદ લો. જેથી તમારી વચ્ચે કેટલાક યાદગાર પળ પસાર થઇ શકે.

૩૧ માર્ચ-૨૦૧૯ની સ્થિતિએ ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ભાવનગર જિલ્લામાં ૧૯,૭૦૦ થી વધુ ઘરોમાં પાઇપલાઇન દ્વારા રાંધણ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.

    ભાવનગર જિલ્લામાં પાઇપલાઇન મારફતે રાંધણગેસ પહોંચાડવાની કામગીરી સંદર્ભે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતાં મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, આગામી બે વર્ષમાં ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ૨૪,૨૪૦ નવા પાઇપ લાઇન રાંધણ ગેસ કનેકશન આપવાનું આયોજન છે.

    મંત્રી સૌરભ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, પહેલા એક જમાનો હતો કે દેશમાં ઉત્પન્ન થતો ગેસ મોટા મોટા ઉદ્યોગકારો લઇ જતા હતા. જેને કારણે ગેસને ઈમ્પોર્ટ કરવો પડતો હોવાથી પ્રમાણમાં ગેસ મોંઘો પડતો હતો. આ સંદર્ભે લડત આપી ત્યારબાદ નિર્ણય લેવાયો કે દેશમાં ઉત્પન્ન થતો સંપૂર્ણ ગેસ ભારત સરકારને આપવો પડશે એટલે કે પહેલો હક્ક દેશના લોકોનો હશે.

    મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ૩૧ માર્ચ-૨૦૧૯ની સ્થિતિએ ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ભાવનગર જિલ્લામાં ૧૯,૭૦૦ થી વધુ ઘરોમાં પાઇપલાઇન દ્વારા રાંધણ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.

    જેમાં ભાવનગર તથા પાલીતાણા તાલુકાને આવરી લેવામાં આવ્યા છે. આગામી બે વર્ષમાં નવા ૨૪,૨૪૦ કનેક્શન આપવાનું પ્લાનિંગ છે. તેમાં ભાવનગર જિલ્લાના તમામ મોટાભાગના તાલુકાઓનો સમાવેશ કરી લેવામાં આવશે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Cooking gas, ગુજરાત, ભાવનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन