ન્યૂઝ18 ગુજરાતી : નવા ટ્રાફિક નિયમો લાગૂ કરવાનો સમય 15 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવ્યો છે. પરંતુ ટ્રાફિક પોલીસ વાહન ચાલકોમાં જાગૃત્તિ આવે તે માટે વિવિધ ડ્રાઇવ યોજી રહી છે. ત્યારે 3થી 7 ઓક્ટોબર અંડરએજ વાહન ચાલકો માટે ખાસ ડ્રાઇવ યોજાશે.
વાહનચાલક પાસેથી 2 હજાર રૂ.નો દંડ થશે
જો અંડરએજ વાહનચાલક ઝડપાશે તો તેની પાસેથી 2 હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે. આવા વાહનચાલક કે તેમના માતાપિતા ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કે ઘર્ષણ કરશે તો તેમની સામે મોટર વ્હીકલ એક્ટની કલમ 199 પ્રમાણે ગુનો નોંધશે. બાળક વિરુદ્ધ જુએનાઈલ જસ્ટિસ એકટ મુજબ કાર્યવાહી પણ થઇ શકે છે. જ્યારે માતા-પિતાને 3 વર્ષની સજા અને ઓછામાં ઓછો 25 હજાર દંડ થશે.
જો કોઇ બાળક 18 વર્ષ કરતાં ઓછી ઉમરનું હોય છતાં તેને વાહન ચલાવવા આપવું તે ગુનો બને છે. જેથી એમવી એકટ 199 હેઠળ ત્રણેય વિરુદ્ધ એટલે વાહનચાલક અને માતાપિતા સામે ગુનો નોંધાશે. પોલીસ તેમનું વાહન ડિટેઈન કરશે અને ત્રણેયને જુએનાઈલ કોર્ટમાં રજૂ કરાશે. જેમાં બાળકને શું સજા કરવી તે નિર્ણય જુએનાઈલ જજ નક્કી કરે છે. માતા-પિતાને 3 વર્ષની સજા અને રૂ.25 હજાર દંડ થઇ શકે છે.
રોંગ સાઇડ ડ્રાઇવમાં બે દિવસમાં જ 2.70 લાખ રૂ. દંડ વસૂલાયો
નોંધનીય છે કે અમદાવાદના ટ્રાફિક વિભાગ દ્વારા 27થી 30 સપ્ટેમ્બર સુધી ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. જેમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતાં ટુ વ્હીલર ચાલકો પાસેથી 1500 રૂપિયા અને ફોર વ્હીલર ચાલક પાસેથી 3 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ત્યારે બે જ દિવસમાં પોલીસે 170 જેટલા કેસ કરી 2.70 લાખ રૂપિયા દંડ વસૂલ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર