Home /News /gujarat /

રાજ્યમાં તાજેતરના વરસાદથી 84 ટકા ખરીફ પાકને નવું જીવતદાન મળ્યું

રાજ્યમાં તાજેતરના વરસાદથી 84 ટકા ખરીફ પાકને નવું જીવતદાન મળ્યું

તાજેતરના વરસાદથી દિવેલાનું હાલનું વાવેતર 1.50 લાખ હેક્ટરથી વધીને 6.50 લાખ હેક્ટર વિસ્તારમાં વધી શકે છે (પ્રતિકાત્મક તસવીર)

રાજ્યમાં વિવિધ પાકોની સ્થિતીનો સર્વગ્રાહી ચિતાર કૃષિ વિભાગે આપ્યો, સામાન્ય વાવેતર વિસ્તાર ૮૫.૬૫ લાખ હેક્ટર સામે આ વર્ષે ૭૨.૨૯ લાખ હેક્ટરમાં વાવેતર થયું

    ગુજરાત રાજ્યમાં થયેલા તાજેતરના વ્યાપક વરસાદથી 84.39 ટકા જેટલા વિવિધ ખરીફ પાકોને નવું જીવતદાન મળ્યું છે. આ તમામ ઉભા પાક માટે સાર્વત્રિક થયેલો વરસાદ અમૃત સમાન નિવડ્યો છે. ગુજરાત રાજ્યમાં થયેલા તાજેતરના વ્યાપક વરસાદથી 84.39 ટકા જેટલા વિવિધ ખરીફ પાકોને નવું જીવતદાન મળ્યું છે. આ તમામ ઉભા પાક માટે સાર્વત્રિક થયેલો વરસાદ અમૃત સમાન નિવડ્યો છે. આ વરસાદે ખેડૂતોમાં રાહતની લાગણી વરસાવી છે એમ રાજ્યના કૃષિ નિયામક  ભરત મોદીએ કૃષિ પાક વાવેતરની વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું છે.

    કૃષિ નિયામકે કહ્યું કે, રાજ્યમાં સામાન્ય વાવેતર વિસ્તાર 85.65 લાખ હેક્ટર સામે આ વર્ષે કુલ 72.29 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર ધરતીપુત્રોએ કર્યું છે. હવે, આ તાજેતરના વરસાદ પછી દિવેલા, કઠોળ, ગુવાર, જુવાર, બાજરી તથા ઘાસચારાના પાકોનું નવું વાવેતર હાથ ધરાશે. ગુજરાતમાં સરેરાશ વરસાદ 831 મી.મી. સામે 19 ઓગસ્ટ સુધીમાં 62.97 ટકા એટલે કે 523.29 મી.મી. વરસાદ વરસ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યું છે.  કૃષિ નિયામકે રાજ્યવ્યાપી પાક વાવેતરની વિગતો આપતાં કહ્યું કે, મુખ્ય પાક કપાસનું સામાન્ય વાવેતર કરતાં 102.76 ટકા જેટલું એટલે કે, 26.74 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. રાજ્યના ખેડૂતોએ કુલ ધાન્ય પાકોનું 12.41 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરેલું છે જે સામાન્ય વાવેતરના 92.50 ટકા જેટલું થવા જાય છે. મગફળીનું વાવેતર સામાન્ય વાવેતરના 96.87 ટકા એટલે કે 14.65 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. એ જ પ્રમાણે કુલ કઠોળ પાક 4.05 લાખ હેક્ટરમાં ખેડૂતોએ લીધા છે જે સામાન્યના 70.61 ટકા થવા જાય છે.

    કૃષિ નિયામકે સ્પષ્ટપણે જણાવ્યું કે, તાજેતરમાં પડેલા વરસાદને કારણે રાજ્યના તમામ ખેતી પાકોને કટોકટીના અણીના સમયે પાણી મળતાં પાક જીવતદાનને કારણે સારા ઉત્પાદનની શકયતાઓ તથા નવું વાવેતર થવાની સંભાવનાઓ વધુ ઉજળી બની છે. રાજ્યના જે તાલુકાઓમાં ઓછો વરસાદ થયો હતો તે વિસ્તારોમાં મોટા ભાગના તાલુકાઓમાં પણ આ તાજેતરના વ્યાપક વરસાદને પગલે કપાસ, મગફળી, બાજરી, મકાઇ, કઠોળ અને ઘાસચારા વગેરે ઉભા પાકોને જીવતદાન મળ્યું છે. એટલું જ નહિ, આ તાલુકાઓમાં પણ નવા પાકોના વાવેતરની શક્યતાઓ વધી ગઇ છે.

    તેમણે ઉમેર્યું કે, તાજેતરના વરસાદથી દિવેલાનું હાલનું વાવેતર 1.50 લાખ હેક્ટરથી વધીને 6.50 લાખ હેક્ટર વિસ્તારમાં વધી શકે છે. જ્યારે કે ઘાસચારાનું હાલનું જે વાવેતર 8.11 લાખ હેક્ટર છે તે પણ વધીને 10.93 લાખ હેક્ટર વિસ્તારમાં થશે.   કઠોળ પાકોનું વર્તમાન વાવેતર 4.05 લાખ હેક્ટર વિસ્તારથી વધીને 5.50  લાખ હેક્ટર તેમજ ધાન્ય પાકોનું ફુલ વાવેતર 12.41 લાખ હેક્ટરથી વધીને 13.25 લાખ હેક્ટર વિસ્તાર સુધી થવાની સંભાવના છે.

    ભરત મોદીએ કહ્યું કે, સમગ્રતયા રાજ્યના વિવિધ ખરીફ પાકો માટે આ તાજેતરનો વરસાદ અમૃત બનીને વરસ્યો છે જેથી રાજ્યના કૃષિ ક્ષેત્રને અને ઘરતીપુત્રોને નવી આશાનો સંચાર થયો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Rainfall, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन