Home /News /gujarat /'પાકિસ્તાન ના કસ્ટડીમાં હતો લાદેન, અમેરિકા સાથે કરાર થયા બાદ ઠાર કરાયો હતો'
'પાકિસ્તાન ના કસ્ટડીમાં હતો લાદેન, અમેરિકા સાથે કરાર થયા બાદ ઠાર કરાયો હતો'
અમેરિકાના એક ટોચના પત્રકારે નવા પુરાવાના સંદર્ભે દાવો કર્યો છે કે, ઓસામા બિન લાદેન વર્ષોથી પાકિસ્તાનના કસ્ટડીમાં હતો અને તે ઈસ્લામાબાદ દ્વારા વોશિંગટન સાથે કરવામાં આવેલ એક કરાર બાદ ઠાર કરવામાં આવ્યો હતો.
અમેરિકાના એક ટોચના પત્રકારે નવા પુરાવાના સંદર્ભે દાવો કર્યો છે કે, ઓસામા બિન લાદેન વર્ષોથી પાકિસ્તાનના કસ્ટડીમાં હતો અને તે ઈસ્લામાબાદ દ્વારા વોશિંગટન સાથે કરવામાં આવેલ એક કરાર બાદ ઠાર કરવામાં આવ્યો હતો.
ઈસ્લામાબાદ# અમેરિકાના એક ટોચના પત્રકારે નવા પુરાવાના સંદર્ભે દાવો કર્યો છે કે, ઓસામા બિન લાદેન વર્ષોથી પાકિસ્તાનના કસ્ટડીમાં હતો અને તે ઈસ્લામાબાદ દ્વારા વોશિંગટન સાથે કરવામાં આવેલ એક કરાર બાદ ઠાર કરવામાં આવ્યો હતો. પત્રકારે પાકિસ્તાની આ વાતનું ખંડન કર્યું છે કે, તે અલકાયદા નેતાને ઠાર કરવાના અભિયાનથી સાવચેત ન હતા.
અમેરિકન જિજ્ઞાસુ પત્રકાર સીમોર હેર્ષે પોતાના આ દાવાને ફરીવાર જણાવતા કહ્યું કે, પાકિસ્તાન અમેરિકન નેવી ના સીલ કમાન્ડો ના વર્ષ 2011માં અભિયાનથી વાકેફ હતુ, જેમાં ઓસામા એબટાબાદ શહેરમાં પાકિસ્તાન લશ્કરી તાલીમ શાળાના નજીક સ્થિત પોતાના પિરસરમાં ઠાર કરાયો હતો. ઓસામા અલકાયદાનો સંસ્થાપક હતો. આજ આતંકી સંગઠને અમેરિકામાં 9/11 હુમલાની જવાબદારી લીધી હતી.
'ડોન' સાથેની વાતચીતમાં હેર્ષે કહ્યું કે, ગત વર્ષથી તેઓએ નવા પુરાવા જોયા, જેમાં તેમના આ વિશ્વાસને મજબૂત કર્યો કે, ઓસામા ના માર્યા ગયા પર અમેરિકાનું સત્તાવાર નિવેદન છેતરામણું છે. તેઓએ પોતાના આ દાવાને લઇને ફરીથી કહ્યું કે, પાકિસ્તાને વર્ષ 2006માં લાદેન ને કસ્ટડીમાં લેઇ લેવામાં આવ્યો હતો અને તેને સાઉદી અરબની મદદથી કેદી બનાવીને રાખવામાં આવ્યો હતો.
અમેરિકા અને પાકિસ્તાને ત્યારે એક નવો કરાર કર્યો કે, અમેરિકા પાકિસ્તાનની જમીનમાં હુમલો કરશે, પરંતુ દેખાડવામાં એવું આવશે કે, પાકિસ્તાન આ અંગે અજાણ હતુ. હેર્ષે કહ્યું કે, પાકિસ્તાન ભારતને લઇને હંમેશા સતર્ક રહે છે. તેમના રડાર સક્રિય રહેતા હોય છે, તેમના એફ-16 ફાઇટર પ્લેન દરેક સમય તૈયાર રહેતા હોય છે. તેઓએ કહ્યું કે, પાકિસ્તાનીઓને જાણ કર્યા વગર અમેરિકન હેલિકોપ્ટરોના માટે એબટાબાદમાં પ્રવેશ કરવું સહેલું ન હતુ. એ પુછવામાં આવતા કે, શું તેઓ હજુ પણ માને છે કે, પાકિસ્તાને ઓસામા ને ઠેકાણે લગાડવા માટે અમેરિકાની મદદ કરી હતી, તો આ અંગે જવાબમાં તેઓએ કહ્યું કે, 'પહેલાથી વધારે'.