Home /News /gujarat /

રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો હાહાકારઃ 24 કલાકમાં 94 નવા કેસ નોંધાયા, કુલ 71નાં મોત

રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો હાહાકારઃ 24 કલાકમાં 94 નવા કેસ નોંધાયા, કુલ 71નાં મોત

ફાઇલ તસવીર

રાજ્યભરમાં સ્વાઈન ફલૂએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 94 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધારે અમદાવાદ શહેરમાં 43 કેસ સામે આવ્યા છે.

    ન્યૂઝ18 ગુજરાતીઃ રાજ્યભરમાં સ્વાઈન ફલૂએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 94 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધારે અમદાવાદ શહેરમાં 43 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં વધુ બે વ્યક્તિના મોત થતા કુલ મૃત્યું આંક 71 થયો છે. જોકે, વાસ્તવિક આંકડો વધવાની શક્યતા છે.

    ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં સ્વાઇન ફ્લૂ ટેસ્ટિંગ માટેની કોઇ સવલત પણ નથી. રોજ આ રોગમાં ટપોટપ લોકો મોતને ભેટી રહ્યાં છે. તેમ છતાં સરકારી તંત્રરોગને કાબુમાં લેવા માટે પગલાં ભરતું નથી. નવા કેસમાં વડોદરા શહેરમાં 11, આણંદ ખાતે 8, સાબરકાંઠા 7નોંધાયા છે.

    ખેડા અને રાજકોટ ખાતે 3-3, મહેસાણા, રાજકોટ શહેર, બનાસકાંઠા, પોરબંદર, અમદાવાદ અને સુરેન્દ્રનગર ખાતે 2-2, સુરત શહેર, ભાવનગર, પાટણ, ભાવનગર શહેર, ગાંધીનગર શહેર, ગાંધીનગર અને ભરૂચ ખાતે 1-1 કેસ નોંધાયા છે.

    આ પણ વાંચોઃ-અચાનક મહિલા જજ પાસે દોડી ગઈ અને કહ્યું, 'મને સાસરિયાવાળા મારી નાખશે'

    તંત્રનું કહેવું છે કે, પહેલી જાન્યુઆરી 2019થી આજ દિન સુધીમાં 1280 લોકો સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે જ્યારે 632 દર્દીઓ અત્યારે પણ હોસ્પિટલ બિછાને સારવાર મેળવી રહ્યા છે. મહત્ત્વનું છે કે, રોગની સંખ્યા મામલે ગુજરાત દેશમાં રાજસ્થાન, દિલ્હી પછી ત્રીજા નંબરે છે જ્યારે મોત મામલે રાજસ્થાન પછી ગુજરાત બીજા નંબરે આવે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Civil Hospital, Swine flu, અમદાવાદ, ગુજરાત

    આગામી સમાચાર