ન્યૂઝ18ગુજરાતીઃ ગરમીના દિવસો નજીક આવી રહ્યા છે. છતાં ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કેર હજી યથાવત રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાતે ઠંડક જયારે બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવના 53 કેસ નોંધાયા છે. બીજી તરફ સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. સાથે સાથે જ કેલેન્ડર વર્ષ 2019માં અત્યાર સુધીમાં કુલ મોત 129ને પાર થઇ ગયા છે. સ્વાઇન ફ્લૂના મોત અને કેસ મામલે ગુજરાત અત્યારે દેશભરમાં બીજા નંબર ઉપર આવે છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ અટકવાનું નામ લેતો નથી. રોગને કાબૂમાં લેવામાં સરકારી તંત્ર લાચાર છે.
મળતી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 53 કેસ નોંધાયા છે. તેમાં અમદાવાદ શહેર અને સુરત શહેરમાં 12-12 કેસ, સાબરકાંઠામાં 4 કેસ, વડોદરા શહેર અને બનાસકાંઠા ખાતે 3-3 કેસ, કચ્છ, આણંદ, રાજકોટ શહેર, અમદાવાદ પાટણ અને સુરત ખાતે2-2 કેસ મહેસાણા, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ખેડા, બોટાદ અનેદ્વારકાખાતે 1-1 કેસ નોંધાયા છે. જ્યારે 429 દર્દીઓ અત્યારે પણ હોસ્પિટલ બિછાને સારવાર મેળવી રહ્યા છે.
પહેલી જાન્યુઆરી 2019થી અત્યાર સુધીમાં 3617 વ્યક્તિ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. સરકાર સામે એક આક્ષેપ એવો પણ થઇ રહ્યો છે કે આ રોગમાં વાસ્તવિક મૃત્યુંઆંક ઊંચો છે. સરકારી ચોપડે આંકડો ઓછો દર્શાવવામાં આવી રહ્યો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર