ન્યૂઝ 18 ગુજરાતી: અમદાવાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં સરદારનગરમાં રહેતી 16 વર્ષની સગીરાને તેનાં જ કૌટુંબિક બહેનનો 22 વર્ષનો પુત્ર લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો છે. સગીરાના ભાઈએ ભાણિયા સામે બહેનના અપહરણની ફરિયાદ નોંધાવી છે. એરપોર્ટ પોલીસે ગુનો નોંધી બંનેની તપાસ શરૂ કરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે સરદારનગરના હાંસોલ ગામમાં રહેતી 16 વર્ષની સગીરાને તેના 22 વર્ષનો કૌટુંબિક ભાણિયા સાથે ગુરુવારે ભાગી ગઇ હતી. આ ઘટનાની જાણ થતા કૌટુંબિક ભાણિયા સામે સગીરાના ભાઈએ લગ્નની લાલચ આપી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેની નાની બહેન ધો-8 પાસ છે. બહેન ઘરોમાં છૂટક કામ કરતી હતી. સગીરા છેલ્લા પાંચ મહિનાથી ઓઢવમાં રહેતા કૌટુંબિક ભાણિયા સાથે વાતો કરકી હતી.
ગુરુવારે બહેન કહ્યા વગર ઘરેથી જતી રહી છે. બહેન ન મળતા યુવકના ઘરે યુવાનની તપાસ કરાવી તો તે પણ ઘરમાં ન હતો. જેથી સગીરાના ભાઈએ ભાણિયા સામે પોતાની બહેને લગ્નની લાલચ આપી ફોસલાવી અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરી બંન્નેની શોધખોળ હાથ ધરી છે.