અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકી પર પાડોશમાં રહેતા યુવકે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દ્વારા આરોપીને માર મારવામાં આવ્યો હતો. જે પછી તેને માધવપુરા પોલીસ સ્ટેશન પોલીસને હવાલે કરી દીધો હતો.
આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકીને પડોશી રાજુકુમારે ચોકલેટની લાલચ આપીને ઘરે બોલાવી હતી. જે પછી માસૂમ પર દુષ્કર્મ આચર્યો હતો. આ ઘટના માધવપુરાના ઈદગા પાસેની ચાલીની છે. આ ઘટના પછી માસૂમની માતાએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બાળકીની માતાએ ફરિયાદમાં નોંધાવ્યું હતું કે, 'ગઇકાલે ગુરૂવારે બાળકી ઘરની બહાર રમતી હતી તે સમયે પાડોશમાં રહેતો રાજકુમાર નામના યુવકે બાળકીને ચોકલેટ આપવાના બહાને ઘરમાં બોલાવી હતી. પછી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના પછી બાળકી રડતી રડતી ઘરે આવીને આખી ઘટના માતાને કહી હતી.'
આ ઘટનાને કારણે સ્થાનિકોમાં પણ રોષ વ્યાપતાં યુવકને બરાબરનો માર માર્યો હતો. તે પછી તેને પોલીસને હવાલે કરી દીધો હતો. હાલ બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર