Home /News /gujarat /

પાકિસ્તાનનો નવો પેતરો, યૂએનના પાંચ મોટા દેશો પાસે હાથ લંબાવ્યા

પાકિસ્તાનનો નવો પેતરો, યૂએનના પાંચ મોટા દેશો પાસે હાથ લંબાવ્યા

ઉરીમાં આતંકી હુમલાના આરોપોથી ઘેરાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફે વધુ એક નવો પેતરો અપનાવ્યો છે. પાક પીએમ નવાજ શરીફે યૂએનના સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી મોટા સભ્ય દેશો સાથે કાશ્મીર મામલે દખલગીરી કરવાની માંગ કરી છે. આ સંદર્ભે નવાજ શરીફે આ દેશોને પત્ર લખી માંગ કરી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ન્યૂયોર્ક #ઉરીમાં આતંકી હુમલાના આરોપોથી ઘેરાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફે વધુ એક નવો પેતરો અપનાવ્યો છે. પાક પીએમ નવાજ શરીફે યૂએનના સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી મોટા સભ્ય દેશો સાથે કાશ્મીર મામલે દખલગીરી કરવાની માંગ કરી છે. આ સંદર્ભે નવાજ શરીફે આ દેશોને પત્ર લખી માંગ કરી છે.

પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યો (ચીન, ફ્રાન્સ, રશિયા, યૂકે અને અમેરિકા)ને પત્ર લખીને જમ્મુ કાશ્મીરના મામલે મધ્યસ્થી કરવા માંગ કરી છે. પત્રમાં નવાજે કહ્યું છે કે,કાશ્મીરની ખતરનાક સ્થિતિ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા મુદ્દે ઘણી જ નકારાત્મક પરિણામ થઇ શકે એમ છે. પાક વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 71મા સત્રમાં ભાગ લેવા પહોંચેલા શરીફે સુરક્ષા પરિષદે સ્થાયી સભ્ય દેશાને આહ્વાન કર્યું કે, ભારતને કાશ્મીરમાં કથિત બર્બરતાથી રોકવું જોઇએ. તેમણે કહ્યું કે, બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરતાં તે કાશ્મીર મુદ્દાને ઉઠાવે એમ છે.

અહીં નોંધનિય છે કે, સોમવારે પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફે અમેરિકી વિદેશ મંત્રી જ્હોન કેરી સાથે મુલાકાત કરી હતી અને કાશ્મીરમાં માનવ અધિકારોના કથિત ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવતાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવની સ્થિતિને ખતમ કરવા માટે અમેરિકાની મદદ માંગી છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, જમ્મુ કાશ્મીર, નવાજ શરીફ, પાકિસ્તાન, ભારત, સંયુક્ત રાષ્ટ્ર સંઘ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन