Home /News /gujarat /

ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇકથી ગભરાયું પાક, નવાજ શરીફે આપ્યું મોટું નિવેદન

ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇકથી ગભરાયું પાક, નવાજ શરીફે આપ્યું મોટું નિવેદન

ઉરી હુમલા બાદ લાઇન ઓફ કંટ્રોલ પાર કરીને સર્જિકલ સ્ટ્રાઇક કરવાના ભારતીય સેનાના દાવા બાદ પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફે નિંદા કરી છે અને મોટું નિવેદન આપ્યું છે.

ઉરી હુમલા બાદ લાઇન ઓફ કંટ્રોલ પાર કરીને સર્જિકલ સ્ટ્રાઇક કરવાના ભારતીય સેનાના દાવા બાદ પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફે નિંદા કરી છે અને મોટું નિવેદન આપ્યું છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ઉરી હુમલા બાદ લાઇન ઓફ કંટ્રોલ પાર કરીને સર્જિકલ સ્ટ્રાઇક કરવાના ભારતીય સેનાના દાવા બાદ પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફે નિંદા કરી છે અને મોટું નિવેદન આપ્યું છે.

નવાજ શરીફે કહ્યું કે, અમારી શાંતિને કમજોરી ના સમજો, અમે અમારા દેશની સુરક્ષા કરવામાં સક્ષમ છીએ. અમે આ પ્રકારની સર્જિકલ હુમલાની નિંદા કરીએ છીએ. પડોશી દેશ સાથે સારા સંબંધો બનાવવાના પ્રયાસને પ્રભાવિત ન કરવો જોઇએ.

વાસ્તવમાં ભારતીય સેનાના ડીજીએમઓ લેફિ્ટનેન્ટ જનરલ રણવીરસિંહે ગુરૂવારે જણાવ્યું કે, સેનાએ એલઓસી પાર કરીને બુધવારે રાતે આતંકવાદ વિરૂધ્ધ મોટી કાર્યવાહી કરી છે. બુધવારે રાતે અમને પાક્કી બાતમી મળી હતી. કેટલાક આતંકવાદી સરહદે એકઠા થયા છે અને એમનો ઇરાદો ઘૂસણખોરી કરવાનો હતો.

આ ખબર બાદ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. જેનો લક્ષ્ય આતંકવાદીઓના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવવાનો હતો. આ હુમલામાં એમને મોટું નુકશાન થયું છે. કેટલાય માર્યા ગયા છે. આ ઓપરેશન ખતમ થયું છે.
First published:

Tags: નવાજ શરીફ, પાકિસ્તાન, ભારત, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन