Home /News /gujarat /

ટ્રેનમાં આપઘાત કરનાર નવસારીની યુવતીના FSL રિપોર્ટમાં ઘટસ્ફોટ, યુવતી પર દુષ્કર્મ નથી થયું

ટ્રેનમાં આપઘાત કરનાર નવસારીની યુવતીના FSL રિપોર્ટમાં ઘટસ્ફોટ, યુવતી પર દુષ્કર્મ નથી થયું

ફાઇલ સીસીટીવી

Navsari Girl suicide in Train: આટલા દિવસોથી ગેંગરેપની આજુબાજુ ફરતા કેસમાં અચાનક એફએસએસ રિપોર્ટથી ધડાકો થયો છે.

    વડોદરા: શહેરમાં ગેંગરેપનો (Gangrape in Vadodara) ભોગ બન્યા બાદ વલસાડ પાસે ગુજરાત ક્વિન ટ્રેનમાં યુવતીના રહસ્યમય આપઘાતના (Suicide in train) બનાવે સમગ્ર રાજ્યની પોલીસને ચકરાવે ચઢાવી છે. ત્યારે એફએસએલ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ગાંધીનગરથી આવેલા FSL રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આ યુવતી પર દુષ્કર્મ થયું નથી. હાલ આ એફએલએલ રિપોર્ટ (FSL report) રેલવે પોલીસને સોંપાયો છે.

    FSL રિપોર્ટમાં મોટો ખુલાસો

    આ કેસ દિવસેને દિવસે ઘણો અટપટો થઇ રહ્યો છે. ત્યારે ગાંધીનગરથી આવેલા FSL રિપોર્ટમાં મસમોટો ખુલાસો થયો છે. ગાંધીનગરથી આવેલા FSL રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આ કેસમાં નવસારીની યુવતી પર દુષ્કર્મ કરવામાં આવ્યુ નથી.
    નવસારીની યુવતીનું ટ્રેનમાં શંકાસ્પદ મોત થયું હતું. જેના હાલમાં FSL રિપોર્ટ વડોદરા રેલવે પોલીસને સોંપાયો છે. નોંધનીય છે કે, યુવતીના શરીર પર ઇજાના નિશાન પણ હતા.

    SITની તપાસમાં દુષ્કર્મ થયાનું સામે આવ્યું હતુ

    વડોદરામાં નવસારીની યુવતી પર ગેંગરેપ અને ત્યાર બાદ પીડિતાની લાશ શંકાસ્પદ હાલતમાં લટકતી ગુજરાત કવિન ટ્રેનમાંથી મળી આવી હતી. પીડિતાનાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, શ્વાસ રુંધાવાના કારણે પીડિતાનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત રેલવે પોલીસ અને SITની તપાસમાં દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતુ. પીડિતાની સાયકલ મળી ગઈ છે, પરંતુ હજી સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર રહેવા પામ્યા છે.

    આ પણ વાંચો અમદાવાદ ખોખરામાં બિલ્ડીંગની લિફ્ટમાં ફસાતા યુવાનનું મોત:

    યુવતીનો પરિવાર ગૃહમંત્રીને મળ્યો હતો

    પીડિતાના પરિવારે સર્કિટ હાઉસમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરીને ન્યાય માટે રજૂઆત કરી હતી. પીડિતાના પરિવારનું કહેવું છે કે, જધન્ય કૃત્યને એક મહિનો વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી કોઈ આરોપી પકડાયો નથી. બીજી તરફ સંસ્થાના સામે પણ કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. જોકે, હર્ષ સંઘવીએ એમને ફરી એક વખત આશ્વાસન આપ્યું છે કે, તમારી દીકરીને ન્યાય મળશે.

    આ પણ વાંચો - ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.



    પરિવારે દીકરીની હત્યા થયાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો

    જે બાદ મૃતક યુવતીના માતા-પિતાએ વડોદરા વેક્સિન ગ્રાઉન્ડ પર આરોપીઓનો મુખ્ય ઇરાદો દુષ્કર્મનો નહિ પણ મર્ડરનો હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. , અમારી દીકરી ઓએસિસ સંસ્થામાં ચાલતું કંઇક ખોટું જોઇ ગઇ હશે. આથી જ તેને મારી નાંખવાનો ઇરાદો હશે એવો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Girl suicide, Valsad, ગુજરાત, નવસારી, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन