વટામણમાં સિદ્ધુનો પ્રહારઃ 'વિશ્વગુરૂ બનવા નીકળ્યા હતા, ચોકીદાર બની ગયા'

News18 Gujarati
Updated: April 17, 2019, 5:08 PM IST
વટામણમાં સિદ્ધુનો પ્રહારઃ 'વિશ્વગુરૂ બનવા નીકળ્યા હતા, ચોકીદાર બની ગયા'
સિદ્ધુએ ધોળકામાં વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.

બિહારના કટિહાર સંસદીય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુસ્લિમોને કરેલી અપીલ બાદ સિદ્ધુ ફરી વિવાદમાં સપડાયા છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : કોંગ્રેસના કેબિનેટ મંત્રી નવજોત સિદ્ધુએ વટામણમાં ખેડા લોકસભાના ઉમેદવાર બિમલ શાહના સમર્થનમાં એક જનસભા સંબોધી હતી. તેમણે આ સભામાં વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. અગાઉ સભા સંબોધવા માટે વડોદરાથી નીકળતાં પહેલાં ન્યૂઝ 18ને આપેલા નિવેદનમાં તેમણે કહ્યું હતું કે 'આજ નિકાલુંગા રાષ્ટ્રવાદ ઉનકા' સભામાં સિદ્ધુએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ દેશની કોઈ સરુક્ષા કરી નથી તો પછી તેઓ શેના ચોકીદાર બની ગયા. તેમણે કહ્યું કે 2014માં ભારતને વિશ્વગુરૂ બનાવવા નીકળ્યા હતા અને બની ગયા ચોકીદાર આ તો પ્રગતિ નહીં અધોગતી છે.

સિદ્ધુએ કહ્યું,“રાહુલ ગાંધી અંદરથી મીઠા અને બહારથી પણ મીઠા છે. આ એજ રાહુલ ગાંધી છે જેમણે કહ્યું હતું કે ખેડૂતોના દેવા માફ કરીશ, ત્રણ રાજ્યોમાં સરકાર બની 2 કલાકમાં ખેડૂતોના દેવા માફ કર્યુ. આત્મહત્યા કરી રહ્યાં છે કિસાન, શેના બની બેઠા છો ચોકીદાર? દેશમાં છે ભ્રષ્ટાચાર, યુવાનોને છે 15 લાખનો ઇન્તેજાર છે, તમે શેના ચોકીદાર ? ”

આ પણ વાંચો : ગુજરાતમાં નવજોત સિદ્ધુની બેટિંગ -'અબ કી બાર, બસ કર યાર'

સિદ્ધુએ વધુમાં કહ્યું, “લોકો જાણવા માંગે છે, માલ્યાને કોણે ભગાડ્યો હતો. ' શેના ચોકીદાર છો? શું સુરક્ષા કરી છે દેશની? વિશ્લગુરૂ બનવા નીકળ્યા હતા અને ચોકીદાર બની ગયા. હું ફકીર છું, હું કાર્યકર્તા છું, પ્રધાનમંત્રી છો કે નહીં એ તો કહો? ચીન સમુદ્ર નીચે રેલ લાઇન નાંખી રહ્યું છે અને ભારતમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે. તમે આ વિસ્તારને સાબરમતીનું શુદ્ધ પાણી આપી શક્યા નથી. લોકો જાણવા માંગે છે કે શા માટે તેમના ખેતરોમાં કાળુ પાણી આવી રહ્યું છે.”

સિદ્ધુ કટિહાર સંસદીય વિસ્તારના બલરામપુર વિધાનસભાના બારસોઇ પ્રખંડના ઉચ્ચ વિદ્યાલયના મેદાનમાં યોજાયેલી ચૂંટણી સભાને સંબોધીત કરી રહ્યાં હતા. સિદ્ધુએ ભાષણ દરમિયાન કહ્યું કે તમારી આઝાદી અહીં 64 ટકા છે. અહીંના મુસલમાનો અમારી પાઘડી છે. જો તમને કોઇ તકલીફ હોય તો મને યાદ કરવો. હું પંજાબમાં પણ તમને સાથ આપીશ.

સિદ્ધુએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે આ લોકો તમારામાં ભાગલા પાડી રહ્યાં છે. ઔવેસી જેવા લોકોને લાવીને મતમાં ભાગલા પાડી જીતવા માગે છે. તેઓએ કહ્યું કે તમે એકત્રિત થઇ 64 ટકા સાથે આવો તો બધુ પલટી જશે
First published: April 17, 2019, 12:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading