Home /News /gujarat /ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું-રાષ્ટ્રીય શિક્ષા નીતિ નવું ક્રાંતિકારી પગલું બની રહેશે

ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું-રાષ્ટ્રીય શિક્ષા નીતિ નવું ક્રાંતિકારી પગલું બની રહેશે

ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી.

કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) નો ઉદ્દેશ સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા તેમજ દરેક માટે શિક્ષણને સુલભ બનાવવાનો છે.  પૂર્વ-શાળાથી માધ્યમિકને આવરી લેતા NEPના 5 3 3 4 અભિગમ, ECCE પર ભાર, શિક્ષક પ્રશિક્ષણ અને પુખ્ત શિક્ષણ, શાળા શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસનું એકીકરણ અને  જે તે રાજ્યોને પોતાની માતૃભાષામાં શિક્ષણને પ્રાધાન્ય આપવા પર ભાર મુક્યો હતો.

વધુ જુઓ ...
ગાંધીનગર, મહાત્મા મંદિર (Mahatma Mandir)માં  ‘‘નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર’’ યોજાઇ હતી. કોંફરન્સ (Minister of National Conference of School Education)ના બીજા દિવસે સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) તેમજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan) સહિત દેશભરના શિક્ષણ મંત્રીઓની ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષા નીતિ નવું ક્રાંતિકારી પગલું બની રહેશે. શિક્ષણમંત્રીઓનું સંમેલન ગુજરાતમાં થયું છે. નવી શિક્ષણનીતીને બે વર્ષ પૂર્ણ થવાની તૈયારી છે. રાજ્યોએ કેવી રીતે કેટલી એને લાગુ કરી અને માતૃ ભાષા, ટેકનોલોજીનો ઉપયોગ, ટીચર્સ કેપેસિટી બિલ્ડિંગ માટે ચર્ચા કરવા ભેગા થયા છીએ.

ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લીટરસી, શિક્ષણ મંત્રાલય, તેમજ ગુજરાતના શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરની બેઠક મળી હતી. આ પ્રસંગે નેશનલ એજ્યુકેશન પોલીસી-2020ની સ્ટીયરીંગ કમિટીના ચેરમેન કે. કસ્તુરીરંગન પણ ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આપણી સંસ્કૃતિમાં વિદ્યાધન એ સર્વશ્રેષ્ઠ ધન છે ત્યારે ટિચિંગ અને લર્નિંગની પ્રોસેસને સતત રિડિફાઇન અને રીડીઝાઈન કરતા રહેવાની આવશ્યકતા સમજીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 34 વર્ષ જૂની શિક્ષણ નીતિમાં બદલાવ લાવી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દેશની આપી છે.

આ પણ વાંચો- રાજકોટમાં ખેલાયો ખુની ખેલ

કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) નો ઉદ્દેશ સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા તેમજ દરેક માટે શિક્ષણને સુલભ બનાવવાનો છે.  પૂર્વ-શાળાથી માધ્યમિકને આવરી લેતા NEPના 5 3 3 4 અભિગમ, ECCE પર ભાર, શિક્ષક પ્રશિક્ષણ અને પુખ્ત શિક્ષણ, શાળા શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસનું એકીકરણ અને  જે તે રાજ્યોને પોતાની માતૃભાષામાં શિક્ષણને પ્રાધાન્ય આપવા પર ભાર મુક્યો હતો.

આ પણ વાંચો- મહિલાએ 400થી વધુ બિનવારસી લાશોની અંતિમવિધિ કરી

ભારત સરકાર અગામી સમયમાં PM શ્રી શાળાઓની સ્થાપના કરવા જઈ રહી છે, જે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવા સંપૂર્ણ રીતે સજ્જ હશે. આ અદ્યતન શાળાઓ NEP 2020ની એક આધુનિક પ્રયોગશાળા હશે. તેમણે PM શ્રી શાળાઓના રૂપમાં ભાવિ બેન્ચમાર્ક મોડલ બનાવવા માટે તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સમગ્ર શિક્ષણ ઇકોસિસ્ટમ પાસેથી સૂચનો માંગ્યા હતા.
Published by:rakesh parmar
First published:

Tags: Education Department, Education News, Gujarati news, Mahatma Mandir

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો