ડોપ ટેસ્ટમાં ફસાયેલા પહેલવાન નરસિંહ યાદવને વધુ એક આંચકો લાગ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર ખાવામાં કોઇ દ્વારા પ્રતિબંધિત દવા ભેળવવાની નરસિંહની દલીલી નાડાએ ફગાવી હોવાનું સામે આવ્યું છે.
ડોપ ટેસ્ટમાં ફસાયેલા પહેલવાન નરસિંહ યાદવને વધુ એક આંચકો લાગ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર ખાવામાં કોઇ દ્વારા પ્રતિબંધિત દવા ભેળવવાની નરસિંહની દલીલી નાડાએ ફગાવી હોવાનું સામે આવ્યું છે.
નવી દિલ્હી #ડોપ ટેસ્ટમાં ફસાયેલા પહેલવાન નરસિંહ યાદવને વધુ એક આંચકો લાગ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર ખાવામાં કોઇ દ્વારા પ્રતિબંધિત દવા ભેળવવાની નરસિંહની દલીલ નાડાએ ફગાવી હોવાનું સામે આવ્યું છે.
સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ નરસિંહ યાદવની દલીલ કમજોર પડી ગઇ છે. ખાવા સાથે કરાયેલ છેડછાડ અંગેની દલીલ નાડા સમક્ષ ટકી શકી નથી. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા)નું માનવું છે કે, એના ખાવા સાથે કોઇ પ્રકારની છેડછાડ કે ભેળસેળ કરાઇ નથી.
પહેલવાન નરસિંહ યાદવને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા મોટાં ઝટકો મળ્યો છે. નરસિંહના આ સમગ્ર મામલે હવે નવો યુ ટર્ન આવ્યો છે. નરસિંહ અને એના ભાઇએ ખુદ માન્યું છે કે, 5 જુને જ્યારે એ યુવકે ભોજનમાં કંઇક મિલાવ્યું તો ના આ અંગે કોઇ સત્તાવાર ફરિયાદ નોંધાઇ અને ના એ ભોજન કોઇને અપાયું, એ ખાવાનું તો ફેંકી દેવામાં આવ્યું હતું.
તપાસમાં સામે આવ્યું છે કે, 6 જૂનથી 22 જૂન સુધી નરસિંહ બુલ્ગારિયામાં હતો અને એવું માનવામાં આવે છે કે ડ્રગ્સ સેવન ત્યાં જ થયું હતું. તો વધુમાં એક પણ જાણવા મળી રહ્યું છે કે નરસિંહનો બીજો ટેસ્ટ પણ નિષ્ફળ થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર