સ્ટૅચ્યૂ ઓફ યુનિટી નજીક લારી-ગલ્લા હટાવાતાં MP વસાવા લાલઘૂમ, અધિકારીઓને અંગ્રેજો સાથે સરખાવ્યાં

News18 Gujarati
Updated: September 3, 2019, 1:58 PM IST
સ્ટૅચ્યૂ ઓફ યુનિટી નજીક લારી-ગલ્લા હટાવાતાં MP વસાવા લાલઘૂમ, અધિકારીઓને અંગ્રેજો સાથે સરખાવ્યાં
મનસુખ વસાવાની ફાઇલ તસવીર

"આ અંગ્રેજની માનસિકતા ધરાવનાર ગુપ્તાને હું ચેતવણી આપું છું કે, આ આદિવાસીઓની રોજીરોટી ન છીવનો"

  • Share this:
દિપક પટેલ, નર્મદા : કેવડિયા ખાતે સ્ટૅચ્યૂ ઓફ યુનિટી પાસે નાની મોટી વસ્તુઓ વેચીને રોજીરોટી રળી રહેલા ગરીબોના લારી-ગલ્લા હટાવી લેવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આજે સ્ટૅચ્યૂ પાસે વેચનારાઓ હટાવી દેવામાં આવશે. જેના કારણે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે કોઇપણ લેખિતમાં નોટિસ આપવામાં આવી નથી પરંતુ માત્ર મૌખિક કહેવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ આ અંગે કેવડિયાની મુલાકાતે આવી ગયા હતાં. તેમણે પણ મીડિયા સાથેની વાતચીતમાં તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

અંગ્રેજોની માનસિકતા ધરાવતા અધિકારીને ચેતવણી

સાંસદ મનસુખ વસાવાએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, "આ ઘણો જ ગંભીર પ્રશ્ન છે તેથી હું અહીં પ્રત્યક્ષ જોવા માટે આવ્યો છું. અહીં લારી-ગલ્લા અને નાની દુકાનોથી તેઓ પોતાનું અને પરિવારનો જીવન નિર્વાહ કરે છે. પ્રવાસીઓને ઉપયોગી ચીજ વસ્તુઓ આ લોકો અહીં વેચે છે, જેમકે કોઇ પાણીની બોટલ વેચે છે તો કોઇ ખારીસીંગ-ચણા વેચે છે. આવી રીતે લોકો રોજીરોટી કમાય છે.પરંતુ મને સમજાતુ નથી કે અમારી સરકાર લોકોને રોજગારી આપવાની વાત કરે છે અને કેટલાક આઈએએસ અધિકારીઓ એસી મકાનમાં રહે છે, જેઓ હાઇફાઈ જીવન જીવે છે એમને ગરીબોનું જીવન શું છે તેની ખબર નથી."

લોકો સાથે ચર્ચા બાદ નિર્ણય લો

"હમણાં હમણાં સ્ટૅચ્યૂ ઓફ યુનિટીમાં કોઇ અંગ્રેજ ગુપ્તા કરીને આવ્યો છે. જે જાત જાતનાં કાયદા કરાવે છે. તેને સ્થાનિકોની રોજીરોટીની પણ ચિંતા નથી. આદિવાસીઓની જીવનશૈલી તેને ગમતી નથી. ભારત અને રાજ્ય સરકાર આદિવાસી સંસ્કૃતિને જાળવવાનાં પ્રયત્નો કરે છે. આ અંગ્રેજની માનસિકતા ધરાવનાર ગુપ્તાને હું ચેતવણી આપું છું કે, આ આદિવાસીઓની રોજીરોટી છીનવવાનો પ્રયાસ ન કરે. આ લોકો સાથે પરામર્શ કરીને જ કોઇ નિર્ણય કરે તેવી મારી વિનંતી છે."

'હું મુખ્યમંત્રીને પત્ર લખીશ'તેમણે આગળ જણાવતા કહ્યું કે, 'હું આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખવાનો છું, જેમાં લખીશ કે અહીં જે શાંતિ બન્યું છે તે જાળવી રાખે. અને અહીંનાં લોકોને રોજીરોટી મળે તેવા પણ પ્રયત્ન થાય.'
First published: September 3, 2019
વધુ વાંચો
अगली ख़बर