દિવા તળે અંધારુંઃ નર્મદા જિલ્લાના જ ખેડૂતોના પાણી માટે વલખા !

દિવા તળે અંધારુંઃ નર્મદા જિલ્લાના જ ખેડૂતોના પાણી માટે વલખા !
નર્મદા જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે પોતાની જમીન નર્મદા ડેમ અને કરજણ ડેમ બનાવવા માટે આપી પરંતુ અમને જ અન્યાય થયો છે.

નર્મદા જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે પોતાની જમીન નર્મદા ડેમ અને કરજણ ડેમ બનાવવા માટે આપી પરંતુ અમને જ અન્યાય થયો છે.

 • Share this:
  દિપક પટેલ, નર્મદાઃ અષાઢી બીજથી રાજ્યસરકાર દ્વારા નર્મદાનું પાણી સિંચાઈ માટે ગુજરાત ભરના ખેડૂતો આપવાના આવી રહ્યું છે, પરંતુ દિવા તળે અંધારું હોવાનું સામે આવ્યું છે. કારણ કે નર્મદા જિલ્લાના બે મોટા બંધમાં જ નર્મદાનું પાણી ઢાલવવામાં આવ્યું નથી. આથી અહીંના ખેડૂતોનું કહેવું છે કે કચ્છ સુધી આપવામાં આવેલું નર્મદાનું પાણી અહીંના જ ખેડૂતોને આપવામાં આવ્યું નથી.

  સરદાર સરોવર નર્મદા યોજના ગુજરાત રાજ્યની જીવાદોરી છે, ત્યારે 17 સપ્ટેબર 2017ના રોજ સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ત્યારથી ગુજરાતભરમાં નર્મદા ડેમનું પાણી આપવામાં આવી રહ્યું હતું પરંતુ ઉનાળાની શરુઆત થતા રાજ્ય સરકારે 1 માર્ચથી નર્મદા કેનાલમાંથી સિંચાઈ કરતા ખેડૂતોને પાણી આપવાનું બંધ કરી દીધું હતું.  અહીં ક્લિક કરી વાંચોઃ ઇંગ્લેન્ડમાં વિરાટ-અનુષ્કા ફરવા નીકળ્યા, શેર કરી મસ્તીભરી તસવીરો

  ગુજરાતમાં 14.5 લાખ હેકટર જમીનને સિંચાઈ માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી, હવે રાજ્ય સરકારે અષાઢી બીજથી સરકાર દ્વારા પણ જે જાહેરાત કરવામાં આવી હતી કે નર્મદાનું પાણી મુખ્ય કેનલ થકી ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવશે, આ જાહેરાત બાદ નર્મદાની મુખ્ય કેનલમાં 5300 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, પરંતુ દિવા તળે અંધારા જેવી સ્થિતિ નર્મદા જિલ્લાની થઇ છે, રાજ્યની જીવાદોરી સમાન ડેમ જ્યાં છે તે જ ખેડૂતોને નર્મદાનું પાણી આપવામાં નથી આવતું. આ ફરિયાદ કરી રહ્યાં છે નર્મદા જિલ્લાના ખેડૂતો.

  નર્મદા જિલ્લામાં 80 ટકા ખેતી વરસાદ આધારિત ખેતી કરવામાં આવે છે અને ખાસ કરીને સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં તો 90 ટકા આદિવાસીઓ વરસાદ આધારિત ખેતી કરે છે. નર્મદા જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે પોતાની જમીન નર્મદા ડેમ અને કરજણ ડેમ બનાવવા માટે આપી પરંતુ અમને જ અન્યાય થયો છે.
  First published:July 04, 2019, 20:44 pm