અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે આજે કોઈ નિષ્કર્ષ આવે તેવી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ આજે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરશે. મુલાકાત પહેલા જ નરેશ પટેલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું છે કે તેમનો આગ્રહ રહેશે કે હાર્દિક પટેલ પારણા કરી લે. બીજી તરફ ગાંધીનગર ખાતે નરેશ પટેલ અને સીએમ વિજય રૂપાણી વચ્ચે મુલાકાત થાય તેવી શક્યતા છે.
વિજય રૂપાણી શુક્રવારે અમદાવાદની વી.એસ હોસ્પિટલની મુલાકાત લેવાના હતા. મળેલી માહિતી પ્રમાણે રૂપાણીએ વી.એસ.હોસ્પિટલની મુલાકાત લેવાનો કાર્યક્રમ રદ કર્યો છે. આથી એવી શક્યતાએ પ્રબળ બની છે કે તેઓ નરેશ પટેલ સાથે મુલાકાત કરીને હાર્દિકના ઉપવાસ અંગે કોઈ રસ્તો કાઢવા અંગે ચર્ચા વિચારણા કરી શકે છે.
મેં કોઈને વ્યક્તિગત મધ્યસ્થી કરવા નથી કહ્યુંઃ હાર્દિક
નરેશ પટેલ હાર્દિકની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે હાર્દિક પટેલે એક ટ્વિટ કરીને કહ્યું છે કે તેણે કોઈને પણ વ્યક્તિગત રીતે મધ્યસ્થી કરવાનું કહ્યું નથી. હાર્દિકે લખ્યું કે, "મેં વ્યક્તિગત કોઈને મધ્યસ્થી કરવાનું કહ્યું નથી. આ આંદોલન છે અને કોઈ પણ વ્યક્તિ આંદોલનના મુખ્ય મુદ્દાઓનું સમાધાન કરી શકે છે. હું સમાજના તમામ આગેવાન અને સંસ્થાનું સન્માન કરું છું. હું આંદોલનકારી છું, મારે ફક્ત મુદ્દાઓ સાથે મતલબ છે. છેલ્લા ત્રણ વર્ષથી સમાજના આગેવાનો મધ્યસ્થી કરી રહ્યા છે."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર