Home /News /gujarat /રાજ્યસભામાં ગૂંજ્યો કાશ્મીર મુદ્દો, શું આપી આઝાદે મોદીને સલાહ?

રાજ્યસભામાં ગૂંજ્યો કાશ્મીર મુદ્દો, શું આપી આઝાદે મોદીને સલાહ?

#કાશ્મીરમાં ચાલી રહેલી અશાંતિના મુદ્દે આજે રાજ્યસભામાં પડઘા પડ્યા હતા. ચર્ચા દરમિયાન વિપક્ષે ખાસ કરીને કોંગ્રેસે સરકાર અને પીએમ મોદીને ઘેરાવ કર્યો હતો. વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદે મોદી સામે આકરા પ્રહારો કર્યા હતા. જે દરમિયાન આઝાદ પૂર્વ પીએમ અટલ બિહારી વાજયેપીના અંદાજનો પણ ઉલ્લેખ કરવાનું ભૂલ્યા ન હતા.

#કાશ્મીરમાં ચાલી રહેલી અશાંતિના મુદ્દે આજે રાજ્યસભામાં પડઘા પડ્યા હતા. ચર્ચા દરમિયાન વિપક્ષે ખાસ કરીને કોંગ્રેસે સરકાર અને પીએમ મોદીને ઘેરાવ કર્યો હતો. વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદે મોદી સામે આકરા પ્રહારો કર્યા હતા. જે દરમિયાન આઝાદ પૂર્વ પીએમ અટલ બિહારી વાજયેપીના અંદાજનો પણ ઉલ્લેખ કરવાનું ભૂલ્યા ન હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #કાશ્મીરમાં ચાલી રહેલી અશાંતિના મુદ્દે આજે રાજ્યસભામાં પડઘા પડ્યા હતા. ચર્ચા દરમિયાન વિપક્ષે ખાસ કરીને કોંગ્રેસે સરકાર અને પીએમ મોદીને ઘેરાવ કર્યો હતો. વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદે મોદી સામે આકરા પ્રહારો કર્યા હતા. જે દરમિયાન આઝાદ પૂર્વ પીએમ અટલ બિહારી વાજયેપીના અંદાજનો પણ ઉલ્લેખ કરવાનું ભૂલ્યા ન હતા.

ગુલામ નબી આઝાદે કહ્યું કે, અમે માંગ કરી હતી કે, આ દેશના વડાપ્રધાન જાતે આવે. વડાપ્રધાન યોગ્ય સમયે 10 વાગે આવે છે અને 6 વાગ્યા સુધી રહે છે. પરંતુ આટલા નજીક હોવા છતાં પણ દુર છે. જ્યારે દલિતો મુદ્દે ચર્ચા ચાલી તો વડાપ્રધાનને અમે અહીં ક્યાંય જોયા નથી. પરંતુ તેલંગાણાથી એમની વાત સાંભળી. અમારા વડાપ્રધાનજીએ મધ્યપ્રદેશથી કાશ્મીરની વાત કરી, પરંતુ અહીં સંસદમાં આવી વાત નથી કરતા. હું નથી જાણતો કે ક્યારથી મધ્યપ્રદેશ રાજધાની બની ગયું. આ બધાથી અફસોસ થાય છે.

આઝાદે કહ્યું કે, કેટલીક ચીજો હતી કે જે અટલજીના મોંઢેથી જ સારી લાગતી હતી. કારણ કે માણસનું ચારિત્ર્ય પણ એવું હોવું જોઇએ. કાશ્મીરિયત, જમ્હુરિયત અને ઇન્સાનિયત એમના જ મોંઢેથી સારી લાગે છે. પરંતુ બીજા લોકો જ્યારે બોલે છે તો આ બાબતોમાં વિશ્વાસ જ નથી થતો.

ગુલામ નબી આઝાદે કહ્યું કે, જ્યારે આફ્રિકામાં કોઇ ઘટના થાય છે તો તમે ટ્વિટ કરો છે. આપણા દુશ્મન દેશ પાકિસ્તાનમાં કંઇક થાય છે તો સહાનુભૂતિ બતાવો છે પરંતુ આપણો દેશ સળગે છે ત્યારે તમને ગરમીનો અનુભવ નથી થતો. કાશ્મીરથી તો સૌને પ્યાર છે પરંતુ ત્યાં વસનારા લોકોથી પણ કોઇ પ્રેમ કરે. તમે તો માત્ર નિવેદન આપો છો. અમે તો અમારા નજીકના અને સ્વજનો ગુમાવ્યા છે. જ્યાં પણ તમારા પગલાં પડે છે ત્યાં આગ લાગી જાય છે. મને મજબુર ના કરો કે કયા કારણે ત્યાં આગ લાગી છે.

સામે પક્ષે અરૂણ જેટલીએ કહ્યું કે, હું વિનંતી કરુ છું વિપક્ષ નેતાને કે ચર્ચાને બીજી દિશામાં ન લઇ જાય. કાશ્મીર મુદ્દો નાજુક છે. આ મુદ્દે બોલતા સમયે રાષ્ટ્રીય પરિદ્રશ્યોને ધ્યાનમાં રાખવામાં આવે તો સારુ રહેશે.

પોતાનું ભાષણ ચાલુ રાખતાં આઝાદે કહ્યું કે, યૂપીએના સમયમાં વિશ્વાસ જીતવા માટે ઘણા કાર્યક્રમ થયા હતા. કાશ્મીરમાં પોલિટિક્સ નંબર-1 પર આવે છે. ઇકોનોમી નંબર 2 પર આવે છે. જ્યાં સુધી આપણે ત્યાંના રાજકારણની વાત નહીં કરીએ ત્યાં સુધી આપણે ખોટા રસ્તે જઇ રહ્યા છીએ. ત્યાં એક મહિનાથી સંજોગો સારા નથી.

ઘણો અફસોસ છે. લોકો પર અફસોસ છે. સિક્યોરિટી ફોર્સિસ પર અફસોસ છે. આપણે બધાએ ત્યાંના લોકોના દુખ અને દર્દમાં જોડાવું જોઇએ. આપણે બધાએ ત્યાંના યુવાનોથી, લોકોથી અપીલ કરવી જોઇએ કે ત્યાં અમન સ્થપાય. શાંતિ જળવાય. એક અપીલ અહીંથી થવી જોઇએ. ઓલ પાર્ટી ડેલિગેશન જવું જોઇએ. ઓલ પાર્ટી મીટીંગ થાય એ પણ જરૂરી છે.

ગુલામ નબી આઝાદે કહ્યું કે, મિલિટેંટનો કોઇ ધર્મ નથી હોતો. એમનું કામ માત્ર આતંક ફેલાવવાનું જ હોય છે. કાશ્મીરની જમ્હૂરિયતનો, ઇન્સાનિયત અને કાશ્મીરિયતની હત્યા થઇ રહી છે. આ બધુ પેલેટ ગન દ્વારા થઇ રહ્યું છે. આજે હું કાશ્મીર પર કોઇ આરોપ નથી લગાવી રહ્યો. કાયદો અને વ્યવસ્થા કાશ્મીરમાં માત્ર પોલીસ નથી કરતી. પેરામિલિટરી ફોર્સ અને પોલીસ બંને કરે છે. અમે કેન્દ્ર સરકાર પર નિર્ભર રહીએ છીએ. તે મહેબૂબાજીના એકલાના બસની વાત નથી. રિસોર્સ નથી અને મેન પાવર પણ નથી.
First published:

Tags: કાશ્મીર, ગુલામ નબી આઝાદ, નરેન્દ્ર મોદી, રાજ્યસભા, વડાપ્રધાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन