Home /News /gujarat /

ગુજરાતમાં સિંહ સંવર્ધન માટે મોદી સરકાર ચિંતિત, દર વર્ષે 100 કરોડ રૂપિયાની સહાય

ગુજરાતમાં સિંહ સંવર્ધન માટે મોદી સરકાર ચિંતિત, દર વર્ષે 100 કરોડ રૂપિયાની સહાય

ગુજરાતમાં સિંહ સંવર્ધન માટે મોદી સરકાર ચિંતિત, દર વર્ષે 100 કરોડ રૂપિયાની સહાય

કેન્દ્ર સરકાર ગુરુવારે 8 ફેબ્રુઆરીએ આ વિશે જાહેરાત કરશે, અત્યાર સુધી એકપણ સરકારે ગુજરાતના સિંહો માટે આવી જાહેરાત કરી નથી

  ગીતા મહેતા, અમદાવાદ

  ગુજરાતના સિંહો માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ચિંતિત છે. આ કારણે ગુજરાતમાં સિંહ સંવર્ધન માટે કેન્દ્ર સરકાર મદદ કરશે. કેન્દ્ર સરકાર સિંહોના સંવર્ધન માટે દર વર્ષે 100 કરોડ રુપિયાની સહાય કરશે. કેન્દ્ર સરકાર ગુરુવારે 8 ફેબ્રુઆરીએ આ વિશે જાહેરાત કરશે. અત્યાર સુધી એકપણ સરકારે ગુજરાતના સિંહો માટે આવી જાહેરાત કરી નથી. ઉલ્લેખનીય છે કે થોડાક મહિના પહેલા ગુજરાતમાં સિંહોના અકાળે મોતનો મામલો ચર્ચામાં રહ્યો હતો.

  આ પહેલાની સરકારો 4 કે 5 કરોડ રુપિયા જ ફાળવતી હતી જ્યારે નરેન્દ્ર મોદી સરકાર સિંહ માટે દર વર્ષે 100 કરોડ રુપિયાની ફાળવણી કરશે. 100 કરોડ રુપિયાફેન્સિંગ માટે, કુવા ઢાંકવા માટે, એનિમલ હોસ્પિટલને આધુનિક બનાવવા માટે વાપરવામાં આવશે. આ સિવાય પેટ્રોલિંગ વધારવા, વેટરનિટી ડોક્ટરોને પણ લાવવા આ નાણાંનો ઉપયોગ થઈ શકે છે. પર્યાવરણ પ્રેમીઓના મતે સિંહના અભ્યાયરણનો વિસ્તાર પણ વધારવો જોઈએ. હાલ સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં 523 સિંહોછે. જ્યારે બિન સત્તાવાર આંકડો 900નો કહેવાય છે.

  આ પણ વાંચો - અમદાવાદમાં પહેલી વાર દોડી મેટ્રો, એપરલપાર્કથી વસ્ત્રાલ સુધી ટ્રેક પર થયું ટ્રાયલ રન

  ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત સરકારે ગુજરાતની વૈશ્વિક ઓળખ એશિયાટીક લાયન માટે ગીર વિસ્તારના 8 રેસ્કયૂ સેન્ટરને પણ અદ્યતન બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ સમગ્ર કામગીરી માટે રૂ. 85 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરશે. આ ઉપરાંત 32 રેપિડ રિસ્પોન્સ ટીમ અને 108 એમ્બ્યુલન્સ સેવાઓ જેવી નવી લાયન એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરાશે. ગીરના જંગલોમાં ડ્રોન સર્વેલન્સ તેમજ સી.સી.ટી.વી. નેટવર્ક દ્વારા સિંહ સહિતના વન્ય પશુઓની રાત્રિ મૂવમેન્ટ-ગતિવિધિઓ પર સતત નજર રાખવા માટે પણ રાજ્ય સરકારે સઘન આયોજન કર્યુ છે.

  સિંહોના અકાળે મોતનો મામલો, હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ

  બીજી તરફ સિંહોના અકાળે મોતના મામલે હાઇકોર્ટના જસ્ટિસ એસ આર બ્રહ્મભટ્ટની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હાઇકોર્ટે તમામ પક્ષકારોને આદેશ આપ્યો છે કે ગીરમાં સિંહોના મોતને અટકાવવા માટે કેવા ઉપાયો કરી શકાય તેની માહિતી કોર્ટમાં રજૂ કરો. માઇનિંગનો મુદ્દો, લાયન શો, રેલવે લાઈન ,કુવા, ખેતરમાં ઇલેક્ટ્રોનિક વાયરિંગ છોડવા સહિતના તમામ મુદ્દે પોતાના સૂચનો કોર્ટમાં રજુ કરવા બંને પક્ષોને હાઇકોર્ટે ટકોર કરી હતી. આ મામલે વધારે સુનાવણી 27મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Narendra modi government, ગુજરાત, મોદી સરકાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन