Home /News /gujarat /બે બહેનો સાથે આસારામ અને નારાયણ સાંઇ વર્ષો સુધી કરતાં રહ્યાં દુષ્કર્મ, કાળા કારનામાની કહાણી

બે બહેનો સાથે આસારામ અને નારાયણ સાંઇ વર્ષો સુધી કરતાં રહ્યાં દુષ્કર્મ, કાળા કારનામાની કહાણી

આસારામ અને નારાયણ સાંઇના કાળા કારનામાની કહાણી

નારાયણ સાંઇને આજીવન કેદ, ગંગા, જમના અને હનુમાનને 10 વર્ષની કેદની સજા

  ન્યૂઝ18 ગુજરાતી: ગુજરાતના એક ધર્માંધ પિતાએ તેમની બે પુત્રીઓને આસારામના આશ્રમમાં સેવા માટે મોકલી હતી. આશ્રમે મોટી પુત્રીને અમદાવાદના આશ્રમમાં રાખી હતી. પરંતુ થોડા વર્ષો બાદ ધર્માંધ પિતાએ તેમની નાની પુત્રીને પણ આશ્રમમાં મોકલી હતી. નાના પુત્રીને જહાંગીરપુરાના આશ્રમમાં રાખવામાં આવી હતી.

  અમદાવાદ આશ્રમનું નેતૃત્વ આસારામ કરતો હતો, જ્યારે તેનો પુત્ર નારાયણ સાંઇ પાસે જહાંગીરપુરા આશ્રમની જવાબદારી હતી. બન્ને બહેનો દ્વારા મૂકવામાં આવેલા આરોપ પ્રમાણે, શરૂઆતના દિવસોમાં બન્ને બહેનો પાસે આશ્રમમાં અનેક કામો કરાવવામાં આવ્યા હતા અને કહેવામાં આવતું હતું કે, આસારામ અને નારાયણ સાંઇ ભગવાનનો રૂપ છે. તેમની નજીક રહેવું ભગવાનને પ્રાપ્ત કરવા જેવું છે.

  બ્રેનવોશ કરતી હતી બે સાધ્વી

  આરોપ પત્ર અનુસાર, બન્ને બહેનોના બ્રેનવોશ માટે ધર્મિષ્ઠા ઉર્ફ ગંગા અને ભાવના ઉર્ફ જમુનાને જવાબદારી આપવામાં આવી હતી. બન્નેને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે, તેમનું જીવન માત્ર આસારામ અને નારાયણ સાંઇ સાથે શારીરિક સંબંધ બનાવીને જ સાર્થક સાબિત થઇ શકે છે.

  1997થી 2006 સુધી આસારામની અંધેરી કોઠડીમાં ધકેલાતી રહી મોટી બહેન

  1997માં પહેલીવાર મોટી બહેનને આસારામના અમદાવાદ આશ્રમની અંધેરી કોઠડીમાં ધકેલાઇ હતી. સમય વીતતાં આસારામ વધુ ક્રૂર બનતો ગયો. યુવતી સાથે શારીરિક શોષણથી વધુ શોષણ થવા લાગ્યું. 2002માં એક કાર્યક્રમમાં મોટી બહેન સાથે મુલાકાત દરમિયાન નાની બહેને પણ એ જ ફરિયાદ કરી. પરંતુ તેમની પાસે કોઇ માર્ગ નહોતો.

  લગભગ 2004માં બન્ને બહેનોએ પોતાની સાથે થતાં વર્તનનો વિરોધ કરવાનું શરૂ કર્યું. તે સમયે આસારામ આશ્રમનો સાધક પવન ઉર્ફે હનુમાનનો ક્રૂર રૂપ જોવા મળ્યો. બન્ને બહેનોનો આરોપ છે કે આ વ્યક્તિ અને બન્ને સાધ્વીએ તેમને કેદ કરી લીધા હતા. તેમની સાથે મારપીટ કરવામાં આવતી હતી. મારી નાંખવાની ધમકી આપી અંધેરી કોઠડીમાં ધકેલવામાં આવતી હતી.

  મોટી બહેન સાથે આસારામનું અમદાવાદ આશ્રમમાં આ કૃત્ય 1997થી 2006 સુધી ચાલતું રહ્યું. જ્યારે નાની બહેન સાથે આસારામનો પુત્ર નારાયણ સાંઇ જહાંગીરપુરા આશ્રમમાં વર્ષ 2002થી 2005 સુધી દુષ્કર્મ આચરતો રહ્યો. જે બાદ કોઇ રીતે બન્ને બહેનો આશ્રમમાંથી છૂટવામાં સફળ રહી.


  સરળ નહોતું આસારામ વિરુદ્ધ રેપનો આરોપ મૂકવો

  જે બાદ આસારામ અને નારાયણ સાંઇ વિરુદ્ધ કોર્ટમાં જવાના નિર્ણય દરમિયાન આ બન્ને બહેનોને ઘણું સંઘર્ષ કરવું પડ્યું. કેમ કે, સાક્ષીઓને ખરીદવાના પ્રયાસો, સાક્ષીઓની હત્યા, અનુયાયીઓ દ્વારા સમાજ પર દબાણ કરવાના પ્રયાસો અને બન્ને બહેનોના પરિવારને પરેશાન કરવા સુધીની દરેક કોશિશ આસારામ અને તેના સાથીઓ દ્વારા કરવામાં આવી.

  પરંતુ આજે (30 એપ્રિલે) સુરતની કોર્ટે 47 વર્ષીય નારાયણ સાંઇને આજીવન કેદની સજા ફટકારી છે, સાથે જ એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ નહીં ભરે તો વધુ એક વર્ષની સજા ફટકારવામાં આવશે. તો સાધ્વી ગંગા, જમુના અને સાધક હનુમાનને 10 વર્ષની સજા, જ્યારે રમેશ મલ્હોત્રાને છ મહિનાની સજા ફટકારવામાં આવી છે. પીડિતાને પાંચ લાખનું વળતળ ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે.

  આ પણ વાંચો: 'સત્ય પરેશાન થઇ શકે છે, પરાજીત નહીં, ફાંસી કરતાં આજીવન કેદ થઇ એ સારું થયું'

  નારાયણ સાંઇની પત્નીનું મહત્વનું નિવેદન

  નારાયણ સાંઇની પત્ની જાનકીએ ઇન્દોરના ખજરાનામાં 19 સપ્ટેમ્બર, 2015ના રોજ એક કેસ દાખલ કર્યો હતો. આ દરમિયાન જ બન્ને બહેનો ન્યાય માટે કોર્ટમાં આસારામ અને નારાયણ સાંઇ વિરુદ્ધ લડી રહી હતી. તે દરમિયાન જ નારાયણ સાંઇની પત્નીના આરોપોએ કેસની દિશા બદલી નાંખી હતી. નારાયણ સાંઇની પત્નીએ કહ્યું હતું કે, તેનો પતિ તેની સામે જ આશ્રમમાં ઘણી યુવતીઓ-મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. એક વખત તો એક સાધ્વી સાથેના આડા સંબંધોને લીધે એક સંતાન પણ જન્મ્યું હતું. સાધ્વી રાજસ્થાનની છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Harassment, આસારામ, નારાયણ સાઇ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन