Home /News /gujarat /

શૈલેષ ભટ્ટે રૂ.240 કરોડના બિટકોઇનનું કૌભાંડ કર્યું છેઃ નલિન કોટડિયા

શૈલેષ ભટ્ટે રૂ.240 કરોડના બિટકોઇનનું કૌભાંડ કર્યું છેઃ નલિન કોટડિયા

નલીન કોટડીયા

કોટડિયાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ‘હું ક્યાય ભાગી નથી ગયો, હું ધારીમાં મારા નિવાસ સ્થાને જ રહું છું, શૈલેષ ભટ્ટ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. તેમણે બિટકોઇન મામલો ખોટા આરોપો લગાવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.’

તાજેતરમાં ગાંધીનગર CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બિટકોઈન 12 કરોડ કૌભાંડ મામલે ચાલી રહેલી તપાસ અંગે આરોપી શૈલેષ ભટ્ટે સંતોષ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ બિટકોઇન તોડ કેસમાં ન્યૂઝ 18 ગુજરાતી ઉપર નલિન કોટડિયાએ મોટો ખુસાલો કર્યો છે. કોટડિયાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ‘હું ક્યાય ભાગી નથી ગયો, હું ધારીમાં મારા નિવાસ સ્થાને જ રહું છું, શૈલેષ ભટ્ટ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. તેમણે બિટકોઇન મામલો ખોટા આરોપો લગાવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.’

‘2300 બિટકોઇન રૂ14.50 કરોડ આંગડિયા મારફતે મુંબઇ મોકલ્યા હતા’

આ ઉપરાંત બિટકોઇન અંગે પ્રદિપસિંહને રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બિટકોઇન મામલે કિરીટ પાલડિયાની સાથે રહીને પ્રદિપસિંહને રજૂ કરી હતી. સુરતમાં બિટકોઇનને લઇને મોટા કૌભાંડની રજૂઆત કરી હતી. લોકોના નાણા વેડફાય નહીં તે માટે રજૂઆત કરી હતી. શૈલેષ ભટ્ટ ઉપર આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે, શૈલેષ ભટ્ટે કંપનીના નામે બિટકોઇન વેચ્યા હતા. 2300 બિટકોઇન રૂ14.50 કરોડ આંગડિયા મારફતે મુંબઇ મોકલ્યા હતા. શૈલેષ ભટ્ટ સામે લોખંડની ચોરીનો પણ આરોપ નલિન કોટડિયાએ લગાવ્યો છે. શૈલેષ ભટ્ટે નકલી પીઆઈ બનીને ખેલ પાડ્યો હતો. તે સંપ્રદાયની આડમાં જમીનનો વહિવટ કરે છે.

‘શૈલેષ ભટ્ટ બિલ્ડર નથી, એક પણ બિલ્ડિંગ બાંધી નથી’

શૈલેષ ભટ્ટ ઉપર વધારે આરોપ મુકતા નલિન કોટડિયાએ કહ્યું હતું, કે શૈલેષ ભટ્ટ બિલ્ડર નથી, એક પણ બિલ્ડિંગ બાંધી નથી, બિટકોઇનના સમગ્ર કેસમાં હું નિર્દોષ છું, જોકે, પોલીસનો નિર્ણય માન્ય રહેશે. ઓડિયો ક્લિપની વાત કરતા કોટડિયાએ કહ્યું હતું કે, કોને કેટલા રૂપિયા તેની ઓડિયો ક્લિપ મારી પાસ છે પરંતુ કોઇની રાજકીય કારકિર્દી જોખમાય તેવું હું ઇચ્છતો નથી.

‘શૈલેષ ભટ્ટે 240 કરોડના બિટકોઇનનું કૌભાંડ કર્યું છે’

શૈલેષ ભટ્ટે 240 કરોડના બિટકોઇનનું કૌભાંડ કર્યું છે તે અમે ખુલ્લું પાડીશું. આ કેસમાં પોલીસને જ્યારે જરૂર પડશે ત્યારે હું પુરો સહકાર આપીશ. તપાસ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, CID ક્રાઇમને તમામ પુરાવા આપ્યા છે. આ ઉપરાંત કિરીટ પાલડિયાએ 28 વખત CID ક્રાઇમમાં જવાબ આપ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કિરીટ પાલડિયાએ અનંત પટેલને કોઇ બિટકોઇન ટ્રાન્સફર કર્યા નથી. બિટકોઇન ટાન્સફર થતા નથી તો રૂપિયા ક્યાંથી આવ્યા. વગદાર વ્યક્તિઓ ખુલ્લા ના પડે એટલે મારા પર આ મામલો નાખી દેવાયો છે. મને સંડોવવા માટે SP પર દબાણ થઇ રહ્યું હોવાનો પણ આક્ષેલ નલિન કોટડિયાએ લગાવ્યો હતો.
First published:

Tags: Nalin Kotadiya, Shailesh bhatt

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन