જનક જાગીરદાર, ખેડા: જિલ્લાના નડિયાદમાં લવ જેહાદનો (Nadiad love jihad) કાળજું કંપાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા ફરી ચકચાર મચી જવા પામી છે. નડિયાદના વિધર્મી યુવક યાસરખાન પઠાણે નર્સિંગમાં અભ્યાસ કરતી દલિત યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. જોકે, યુવતી પણ તેની વાતોમાં આવીને માતા પિતાને પણ છેતર્યા હતા. વિધર્મી યુવકના કહેવાથી દલિત યુવતીએ તેના માતાપિતાને પોલેન્ડના બનાવટી વિઝા બતાવી 5 લાખ લીધા હતા.
એકલી દુબઇ મોકલી દીધી
વિધર્મી યુવાને યુવતીને એકલી દુબઈ મોકલી આપી હતી એને જે હોટલમાં ઉતરવાનું કહ્યું હતું ત્યાં દેહ વિક્રયનો ધંધો ચાલતો હતો. જેથી યુવતીએ જીદ કરી તો યુવાને તેને પરત બોલાવી લીધી હતી. જે બાદ યુવાને એક મકાનમાં ચાર મહિના ગોંધી રાખીને હવસનો શિકાર બનાવીને ફરાર થઇ ગયો હતો. યુવતીને અનેક માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતા હતા. જેના કારણે તેણે હિંમત કરીને પોતાના માતાપિતાને આખી હકીકત જણાવીને પોલીસ ફરિયાદ કરી હતી.
યાસરખાન પઠાણનો પિતા જાબિરખાંન પઠાણ
દુબઇમાં દેહવેપાર ચાલે તેવી હોટેલમાં રાખી
આ અંગેની વિગતવાર માહિતી જોઇએ તો, યાસરખાન પઠાણ નામના યુવકે યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી હતી. તેણે કહ્યું હતું કે, તું તારા માતા પિતાને પોલેન્ડ નોકરીએ જવાનું છે તેમ કહીં 5 લાખ લઈ આવ પછી આપણે બંને દુબઈ જઈ લગ્ન કરી લઈશું. યુવાન પર વિશ્વાસ રાખીને તે માતાપિતા પાસેથી 5 લાખ લઈ આવી હતી. જે બાદ યુવકે યુવતીને એકલી દુબઈ મોકલી દીધી અને દેહવેપાર ચાલે તેવી હોટેલમાં રાખી હતી.
યાસરખાન પઠાણની માતા શહેનાઝ બાનુ
ભારતીય વેઇટરે ચેતવી
દુબઇમાં એક ભારતીય વેઈટરે યુવતીને અહીંથી તાત્કાલિક નીકળી જવાની ચેતવણી આપી હતી. જેથી યુવતી ત્યાંથી ભાગી 15 દિવસ ભટકતી રહી હતી. યુવકે દુબઈ આવવાનું કહ્યુ હતુ પરંતું તે ગયો નહીં. યુવતીએ જીદ કરીને પોતાને પરત લઈ જવાનું કહેતાં યુવકે ટિકિટ મોકલી તેને બોલાવી લીધી હતી. જે બાદ યુવતીને ચાર માસ સુધી એક રૂમમાં ગોંધી રાખી હતી. આ યુવતી વિધર્મી યુવકના હવસનો શિકાર બનતી રહી હતી.
દલિત યુવતી નડિયાદ પરત આવતા વિધર્મી યુવકે મકાન ભાડે રાખ્યું હતું. જ્યાં વિધર્મી યુવક દલિત યુવતી ફરજિયાત કુરાન પઠન અને બુરખો પહેરવાનો આગ્રહ કરતો હતો. જેનો દલિત યુવતીએ ઇનકાર કર્યો. જેથી યુવતીને છોડી વિધર્મી યુવક ફરાર થઇ ગયો હતો. દલિત યુવતીએ વિધર્મી યુવકના માતા, પિતા, ભાઈ સહિતના લોકોને આ અંગેની જાણ કરી હતી. પરંતુ વિધર્મી યુવકના માતા, પિતા, ભાઈએ દલિત યુવતીને જાતિવાચક અપશબ્દ બોલી તેમના ઘેર આશરો આપ્યો ન હતો.
દરેક માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો ખેડાના નડિયાદમાં સામે આવ્યો છે. જ્યાં એક વિધર્મી યુવકે એક હિન્દુ યુવકીને ભાગડીને ચાર મહિના સુધી ગોંધી રાખી. તેમજ યુવતીના માતા પિતાને છેતરીને 5 લાખ રૂપિયા પણ પડાવ્યાનો કિસ્સો સામે આવ્યો. pic.twitter.com/XmEh9lEgz7
જેથી યુવતીએ હિંમત કરીને પોતાના માતાપિતાના આ અંગેની જાણ કરી હતી. જોકે, એના માતા પિતાને તો એવું જ હતું કે, મારી દીકરી પોલેન્ડમાં નોકરી કરે છે. જે બાદ નડિયાદ ટાઉન પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આખરે પોલીસે મુસ્લિમ પરિવારના 8, મદદગારી કરનાર 2 મળી કુલ 10 વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર