જનક જાગીરદાર, ખેડા: નડિયાદ - ખેડા બાયપાસ (Nadiad kheda Accident) હાઇવે પર 14મી માર્ચે ગોઝારો અક્સમાત (bike accident on nadiad kheda highway ) થયાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં એક જ બાઇક પર ચાર લોકો જઇ રહ્યા હતા જે તમામના મોત નીપજ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે. આ ચારેય યુવાનોનો મોત અકસ્માતમાં (murder in accident) નહીં પરંતુ આ લોકોની હત્યા કરાઇ હતી. માતર પોલીસ આ અંગે તપાસ કરી રહી છે જેમા સીસીટીવી તપાસ કરતા સામે આવ્યું છે કે, મૃતકોના બાઇકને એક કારે ટક્કર મારીને તેમની હત્યા કરવામાં આવી છે. હલા માતર પોલીસે હત્યારાઓને તેમની કાર સાથે ઝડપી પાડ્યા છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, નડીયાદ-ખેડા બાયપાસ હાઈવે ખાતે એક ખૂબ જ ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં 4 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ ચારેય મૃત યુવાન અમદાવાદના રહેવાસી હતા. માતર પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ લોકોની બાઇકને એક કારે ટક્કર મારી હતી. જેના કારણે આ લોકો પાર્ક કરેલા કન્ટેનર પાછળ ધડાકાભેર અથડાયા હતા. જેથી તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.
આરોપીઓની કાર
સીસીટીવીથી ખૂલ્યો આખો ભેદ
માતર પોલીસને આ મૃતકો પાસેથી પંચ અને તલવાર મળી આવ્યા હતા. જેથી અકસ્માત બાદની તપાસમાં શંકા ઉપજી હતી. જેના કારણે આ લોકોના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી હતી. જેમાં પોલીસની શંકા હકિકતમાં પરિણમી અને અકસ્માતમાં ખપાવી દેવામાં આવેલી હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
અકસ્માત સમયે સામે આવ્યું હતુ કે, પૂરઝડપે આવતું એક બાઈક અચાનક જ ખેડા બાયપાસ હાઈવે પર સોખડા પાટીયા વેસ્ટર્ન હોટેલના પાર્કિંગમાં ઉભેલા કન્ટેનરમાં ઘૂસી ગયું હતું અને તેના પર સવાર ચારેય યુવકો મોતને ભેટ્યા હતા.
મૃતકો પાસેથી મળ્યું પંચ
ચારેય મૃતક યુવાનો અમદાવાદના અમરાઈવાડી અને સીટીએમ વિસ્તારના રહેવાસી હતા. તેમની ઓળખ જીતેશ નોગિયા (23 વર્ષ), હરીશ રાણા (19 વર્ષ), નરેશ વણઝારા (22 વર્ષ), અને સુંદરમ યાદવ (16 વર્ષ) તરીકે સામે આવી છે.
ખેડામાં અકસ્માતમાં ચાર યુવકોનાં મોતના કેસમાં મોટો ખુલાસો, ચારેય યુવકોનો અકસ્માત નહીં પરંતુ હત્યા થઈ હતી, નડિયાદથી 3 યુવકો હત્યા કરવા કાર લઈ પાછળ પડ્યા હતા pic.twitter.com/cKlkei0Ng4
પ્રાથમિક અનુમાન પ્રમાણે ઓવરસ્પીડના કારણે આ અકસ્માત થયો હતો. જોકે તેમ છતાં પોલીસ દ્વારા અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. ચારેય મૃતદેહને માતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. રતનપુર નજીકના નેશનલ હાઈવે નંબર-48 પર અમદાવાદ જતા વેસ્ટર્ન હોટેલ પાસે પાર્કિંગમાં ઉભેલા કન્ટેનર પાછળ મોટરસાયકલ ઘૂસી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. આ મૃતકો પાસેથી તલવાર અને પંચ મળી આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર