Home /News /gujarat /

અમદાવાદ: મુસ્લિમ યુવાન કરાવશે હનુમાન મંદિરનું સંપુર્ણ રિનોવેશન

અમદાવાદ: મુસ્લિમ યુવાન કરાવશે હનુમાન મંદિરનું સંપુર્ણ રિનોવેશન

મોઈનનુ કહેવુ છે કે આ પ્રાચીન મંદીરની ગલીઓમાં તેનુ નાનપણ વિત્યુ છે...

મોઈનનુ કહેવુ છે કે આ પ્રાચીન મંદીરની ગલીઓમાં તેનુ નાનપણ વિત્યુ છે...

    મજહબ નહી સીખાતા આપસમે બેર રખના. આ કહેવતનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યુ છે અમદાવાદના મિરઝાપુરામાં. જ્યાં એક મુસ્લિમ યુવાને ઉપાડી છે હનુમાન મંદિરના રિનોવેશનની પુરેપુરી જવાબદારી. કોમી એકતાનુ આ ઉમદા ઉદાહરણ પુરુ પાડવા માટે મોઇન મેમણને સલામ.

    અમદાવાદના મિરઝાપુર વિસ્તારમાં આવેલી હનુમાનગલી ખાતે આવેલુ ભીડભંજન હનુમાન મંદીરનુ રિનોવેશન હવે શરુ થઈ ગયુ છે. જેનો તમામ ખર્ચ સ્થાનીક મુસ્લિમ યુવાન મોઈન મેમણે ઉઠાવ્યો છે અને પોતાની દેખરેખમાં જ મંદિરનું રિનોવેશન તે કરાવી રહ્યો છે. મોઈનનુ કહેવુ છે કે આ પ્રાચીન મંદીરની ગલીઓમાં તેનુ નાનપણ વિત્યુ છે. નાનપણથી જ તે આ મંદીરની ભવ્યતા જોતો આવ્યા છે. ત્યારે તેની થયેલી જર્જરીત હાલત તેનાથી જોવાઈ નહી અને તેને આ મંદિરના રિનોવેશનની સંપુર્ણ જવાબદારી ઉઠાવી લીધી.

    હિન્દુ-મુસ્લિમની રાજનીતી કરતા નેતાઓને મોઈને હિન્દુ મુ્સ્લિમ એકતાનો આ કામ થકી મેસેજ આપ્યો છે. તો જર્જરીત મંદીરના રિનોવેશનને કારણે મંદીરની દશા પણ સુધરી છે અને મંહત પણ મોઈન મેમણની આ કામગીરીને બીરદાવી રહ્યા છે.

    મોઈન મેમણની આ કામગીરી હિન્દુ મુસ્લિમ સમાજ માટે એકતાની મોટી પ્રેરણા બની રહી છે. તો એ લોકો માટે તમાચા સમાન છે કે જે હિન્દુ મુસ્લિમના નામ પર રાજનીતી કરતા હોય છે. મોઈને સમાજ માટે એક સુત્ર પણ ફરતુ કર્યુ છે કે હ થી હિન્દુ અને મ થી મુસલમાન અને બન્ને શબ્દો મળે તો હમ થાય અને હમથી હિન્દુસ્તાન બને છે. મોઈનના પેગામને આમ લોકો સમજવાની તાતી જરુર છે.

    સ્ટોરી - સંજય જોશી
    Published by:kiran mehta
    First published:

    Tags: Complete, Young, અમદાવાદ, મુસ્લિમ

    આગામી સમાચાર