Home /News /gujarat /

પાકિસ્તાને મારી પલટી, અમેરિકાને પડતું મુકી ચીન રશિયાની પકડી વાટ

પાકિસ્તાને મારી પલટી, અમેરિકાને પડતું મુકી ચીન રશિયાની પકડી વાટ

ભારતીય સેનાએ પીઓકેમાં કરેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનથી રઘવાયેલું પાકિસ્તાન હવે પલટી મારવા કૂદાકૂદ કરી રહ્યું છે. કાશ્મીર મુદ્દે અમેરિકાને કથિત રીતે ચીમકી આપી રહ્યું છે. પાકિસ્તાને દૂતે અમેરિકામાં એક કાર્યક્રમ બાદ એવું કહ્યું હતું કે, જો અમેરિકા કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સાથ નહીં આપે તો તે ચીન અને રશિયા તરફ હાથ લંબાવશે. જોકે આ વાત રેકોર્ડ નથી થઇ.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
વોશિંગ્ટન #ભારતીય સેનાએ પીઓકેમાં કરેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનથી રઘવાયેલું પાકિસ્તાન હવે પલટી મારવા કૂદાકૂદ કરી રહ્યું છે. કાશ્મીર મુદ્દે અમેરિકાને કથિત રીતે ચીમકી આપી રહ્યું છે. પાકિસ્તાને દૂતે અમેરિકામાં એક કાર્યક્રમ બાદ એવું કહ્યું હતું કે, જો અમેરિકા કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સાથ નહીં આપે તો તે ચીન અને રશિયા તરફ હાથ લંબાવશે. જોકે આ વાત રેકોર્ડ નથી થઇ.

પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફના દૂતે કહ્યું કે અમેરિકા હવે વૈશ્વિક શક્તિ નથી અને જો તે કાશ્મીર અને ભારત મામલે પાકિસ્તાનના વિચારો સાથે સહમત નહીં રહે તો પાકિસ્તાન ચીન અને રશિયાની વાટ પકડશે.

કાશ્મીર મુદ્દે શરીફના વિશેષ દૂત મુશાહિદ હુસૈન સૈયદે અમેરિકાની થીંક ટેન્કના સહયોગી એટલાન્ટિક કાઉન્સિલમાં ચર્ચાના સમાપન બાદ બુધવારે કહ્યું કે, અમેરિકા હવે વૈશ્વિક શક્તિ નથી. તે ઘટી રહેલી શક્તિ છે. એ અંગે વિચારવાનું છોડી દો.

સૈયદ ઉપરાંત કાશ્મીર બાબતોના અન્ય એક દૂત શાજરા મંસબે કાશ્મીરમાં વર્તમાન સ્થિતિ અને ઘાટીમાં કથિત માનવાધિકાર ઉલ્લંઘન અંગે વૈશ્વિક સમુદાયનું ધ્યાન આકર્ષિત કરવા માટે પાકિસ્તાની પ્રયાસો અંતગર્ત હાલ અમેરિકામાં છે. સૈયદે અમેરિકાને એ ચેતાવણી પણ આપી કે જો કાશ્મીર અને ભારત સંબંધમાં તે પાકિસ્તાનના વિચારોને સહમતી નથી આપતું તો ચીન અને રશિયાની આંગળી પકડશે.

તેમણે 90 મિનિટની ચર્ચાના સમાપન બાદ દર્શકો પૈકીના એકના સવાલનો જવાબ આપતાં આ વાત કહી હતી. આ દરમિયાન એમણે કાશ્મીર અને ભારત મુદ્દે એમના વિચારોની પ્રતિક્રિયા નહીં મળવા અંગે નિરાશા વ્યક્ત કરી હતી. જોકે સૈયદની આ ટિપ્પણીને કેમેરામાં રેકોર્ડ નથી કરાઇ પરંતુ ત્યાં હાજર સૌએ આ વાત સ્પષ્ટ રીતે સાંભળી હોવાનું કહેવાય છે.
First published:

Tags: અમેરિકા, ચીન`, જમ્મુ કાશ્મીર વિવાદ, પાકિસ્તાન, ભારત, રશિયા

આગામી સમાચાર