
અમદાવાદઃ ગુજરાતમાં સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડની રચના અને તેના સભ્યોની નિમણૂંક કરવામાં ન આવતાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.સુનાવણી બાદ, સરકારી વકીલે, રાજ્ય સરકાર પાસેથી આ અંગે સૂચનો મેળવવા હાઈકોર્ટ પાસે સમયની માગ કરી છે.આ કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરાશે.સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, વર્ષ 2013માં રાજ્ય સરકારે ગુજરાત સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડની રચના કરવા ઠરાવ પસાર કર્યો હતો.જો કે તેનો અમલ હજુ સુધી થયો નથી.