આજે એમ.એસ.યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી, ત્રિપાંખીયો જંગ ખેલાશે

News18 Gujarati
Updated: August 14, 2019, 11:05 AM IST
આજે એમ.એસ.યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી, ત્રિપાંખીયો જંગ ખેલાશે
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇલ તસવીર

42 હજાર વિદ્યાર્થીઓ મતદાન કરશે. સવારે 10.00 વાગ્યાથી મતદાન શરૂ થયું.

  • Share this:
ફરીદ ખાન, વડોદરા : દિલ્હી યુનિવર્સિટી બાદ દેશની સૌથી વધુ રોમાંચિત વિદ્યાર્થી સંઘની ચૂંટણી ગુજરાતના વડોદરા શહેરમાં યોજાય છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણી આજે યોજાઈ રહી છે. 42 હજાર વિદ્યાર્થી મતદાર ધરાવતા વિદ્યાર્થી સંઘમાં આ વર્ષે ત્રિપાંખીયો જંગ ખેલાશે. ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ ABVP, કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI અને વિદ્યાર્થી વિકાસ સંઘ- AGSG આ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યાં છે.

આ ચૂંટણી માટે આજે બપોરે 3.00 વાગ્યા સુધી મતદાન ચાલશે. આ ચૂંટણીમાં યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ (VP), યુનિવર્સિટી જનરલ સેક્રેટરી (UGS) ઉપરાંત પ્રત્યેક ફેકલ્ટીના જી.એસ. અને રિપ્રેઝેન્ટેટીવની પોસ્ટ માટે મતદાન થશે. યુનિવર્સિટીના 500 જેટલા કર્મચારી આ પ્રક્રિયામાં જોતરાયા છે. ચૂંટણીની મતગણતરી સાંજે 5.00 વાગ્યાથી થશે.

આ પણ વાંચો :  અમદાવાદઃ મોટા નેતાઓની હાજરીમાં કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે મારામારી

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરને અનેક નેતાઓ આપનારી આ ચૂંટણીમાં ખરાખરીનો જંગ ખેલાતો હોય છે. ચૂંટણી પહેલાં ACP પી.એચ. ભેસાણીયાએ જણાવ્યું હતું કે આજે કેમ્પસમાં 2.00 વાગ્યા સુધી મતદારો સીવાય કોઈને પ્રવેશ નહીં અપાય.

વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં 42 હજાર વિદ્યાર્થીઓ મતદાર તરીકે નોંધાયા છે.


22 બેઠક માટે 99 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છેયુ.જી.એસ. પદ માટે 7 ઉમેદવારો વર્તમાન વી.પી. સલોની મિશ્રા, ધ્રુવિલ ભાટીયા, રાકેશ જાટ, રાકેશ પંજાબી, હર્ષિલ પારેખ અને મોન્ટુ સાકરીયા મેદાનમાં છે. જ્યારે વી.પી. પદ માટે 5 ઉમેદવારો હિના પાટીદાર, પ્રાચી બારોટ, કક્ષા પટેલ, બિનલ ઠાકોર અને પ્રિન્સી પટેલ મેદાનમાં છે. આ ઉપરાંત વિવિધ ફેકલ્ટીના જી.એસ. અને એફ.આર.ની 22 બેઠક માટે 99 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
First published: August 14, 2019
વધુ વાંચો
अगली ख़बर