Home /News /gujarat /Vibrant Gujarat Summit મામલે સંજય રાઉતનું ટ્વીટ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ આપ્યો સણસણતો જવાબ

Vibrant Gujarat Summit મામલે સંજય રાઉતનું ટ્વીટ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ આપ્યો સણસણતો જવાબ

નારાયણ રાણે

Gujarat Vibrant Summit 2022: કેન્દ્રીય એમએસએમઈ મંત્રી નારાયણ રાણેએ શનિવારે આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, અમદાવાદની મુલાકાત લીધી હતી

અમદાવાદ: ગુજરાતના વાઇબ્રન્ટ સમીટ (Gujarat Vibrant Summit 2022) મામલે શિવશેનાના ટોચના નેતા સંજય રાઇતે (Shivsena Sanjay Raut) કરેલા ટ્વીટનો જબરદસ્ત જવાબ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ (Narayan Rane Ahmedabad Visit) આપ્યો છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં કેટલું ઇનવેસ્ટમેન્ટ (Investment in Gujarat) આવશે તેવા સવાલના જવાબમાં મંત્રી નારાયણ રાણેએ જણાવ્યું કે, આ સવાલ મહારાષ્ટ્ર ગવર્મેન્ટના રિપ્રેઝન્ટેટીવને પૂછવો જોઈએ. સંજય રાઉત કોણ છે ત્યાંના એનું કેમ સાંભળો છો, શુ સંજય રાઉત સીએમ- મુખ્યમંત્રી છે, સંજય રાઉતના કહેવાથી ઇન્વેસમેન્ટ થોડું રોકાવાનું છે. આવા માણસનું કવરેજ પણ ન કરો અને દેખાડો પણ નહીં જે ગુજરાત માટે સારો નથી.

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે ગુજરાતની મુલાકાતે છે અને અમદાવાદના સોલામાં MSME વિકાસ સંસ્થાનના નવા બિલ્ડીંગનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે, આત્મનિર્ભર ભારત માટે ગુજરાત સરકારના અધિકારીઓ જે કામ કરી રહ્યા છે તેની ખુશી છે. MSMEનું બિલ્ડીંગ ગુજરાતના યુવાઓ અને ઉધોગ સાહસિક માટે છે MSME દેશમાં રોજગાર આપવાનું સારું યોગદાન આપ્યું.

મુંબઈમાં ડેવલપમેન્ટ માં સૌથી મોટું યોગદાન ગુજરાત વાસીઓનું  છે. જોકે, આગામી જાન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ સમીટ યોજાવાની છે જે મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુંબઈમાં રોડ શો કર્યો હતો. જે મુદ્દે શિવસેના નેતા સંજય રાઉતએ ટ્વીટ કરીને લખ્યુ કે, શું ગુજરાતના મુખ્યમંત્રી  આવ્યા? આત્મનિર્ભર બનવા માટે મુંબઈ જવું છે? મુંબઈને ભંગાર કરીને વાઇબ્રન્ટ ગુજરાત? જેવા સવાલો કર્યા હતા.

આ દરમિયાન અમદાવાદ આવેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં કેટલું ઇનવેસ્ટમેન્ટ આવશે તેવા સવાલના જવાબમાં મંત્રી નારાયણ રાણેએ જણાવ્યું કે, આ સવાલ મહારાષ્ટ્ર ગવર્મેન્ટના રિપ્રેઝન્ટેટીવને પૂછવો જોઈએ.

સંજય રાઉત કોણ છે ત્યાંના, એનું કેમ સાંભળો છો, શુ સંજય રાઉત સીએમ મુખ્યમંત્રી છે,  સંજય રાઉતના કહેવાથી ઇન્વેસમેન્ટ થોડું રોકાવાનું છે. આવા માણસનું કવરેજ પણ ન કરો અને દેખાડો પણ નહીં જે ગુજરાત માટે સારો નથી. મહત્વનું છે કે સંજય રાઉતના ટ્વીટ નો જવાબ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ આપ્યો છે. ત્યારે નેતાઓની નિવેદન બાજીને લઈ વધુ એક વિવાદ સર્જાય તો નવાઈ નહિ.

નારાયણ રાણેએ એમએસએમઇની ભૂમિકા પર સંબોધન કર્યું હતું

કેન્દ્રીય એમએસએમઈ મંત્રી નારાયણ રાણેએ શનિવારે આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા , અમદાવાદની મુલાકાત લીધી હતી અને વૃદ્ધિ અને સ્પર્ધાત્મકતાને વેગ આપવામાં એમએસએમઇની ભૂમિકા ’ પર સંબોધન કર્યું હતું . મંત્રીએ અર્થતંત્રને બેઠું કરવા માટે ઔદ્યોગિક વાતાવરણને પોષણ આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો . તેમણે કહ્યું હતું કે “ ઔદ્યોગિકરણ વધવાથી વધારે નવીન સમાધાનો પ્રસ્તુત થવાથી સમાજમાં સ્થિરતા આવે છે .

આ યુવા પેઢીને રચનાત્મક રીતે વિચારવા અને તેમને સાહસ ખેડવા પ્રેરિત પણ કરે છે . એટલે એમએસએમઇની વૃદ્ધિ અને સ્થિરતા પર ભાર મૂકવો આવશ્યક છે . અત્યારે કેટલીક પ્રગતિશીલ સરકારી યોજનાઓ ઉદ્યોગસાહસિકોની નવી પેઢી ઊભી કરવાનું વિઝન ધરાવે છે , જેઓ લઘુ ઉદ્યોગસાહસો અને સ્ટાર્ટ - અપ્સ સ્થાપિત કરી શકે છે ઇનોવેશનને પ્રોત્સાહન આપી શકે છે અને દેશના અર્થતંત્રને વેગ આપી શકે છે . ” હાલ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકતાને ટેકો આપવા વિશે છે.

આ પણ વાંચો - ગુજરાતમાં Omicronનો પહેલો કેસ: વૃદ્ધે ચાઇનીઝ રસીના ડોઝ લીધા હતા, સંપર્કમાં આવનાર તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ

ઉદ્યોગપતિની સક્સેસ સ્ટોરીનો ઉલ્લેખ કર્યો

કેન્દ્રીય મંત્રી રાણે વધુમા ઉમેર્યુ હતું કે “ વર્તમાન અને નવા એમએસએમઇ ઉદ્યોગસાહસિકો લાભદાયક સ્થિતિ ધરાવે છે . હાલ કાર્યરત કેટલાંક ઇન્ક્યુબેશન સેન્ટર , પેટન્ટ ફાઇલ કરવાની સરળથી , વ્યવસાય સ્થાપિત કરવાની સરળતા અને કાયદેસર ઔપચારિકતાઓ સાથે સંબંધિત પ્રગતિશીલ યોજનાઓ , ધિરાણ , માર્કેટિંગ , બજારો , ટેકનોલોજી , બૌદ્ધિક સંપદા , માનવ સંસાધન વગેરે બહુ સરળ થઈ ગયું છે .

એમએસએમઇને વિચારો અને એનો અમલીકરણ વ્યવહારિક રીતે કરવાની જરૂરિયાત પર વિચારવાની જરૂર છે . કોઈ પણ સારા વિચારને સફળતા મળે એ માટે ઉત્કૃષ્ટ અમલીકરણ કરવું પડે છે . આ ઉપરાત ધીરુભાઈ અંબાણી તેમજ અન્ય જાણીતા ઉદ્યોગ સાહસિકોની સક્સેસ સ્ટોરીઝનો ઉલ્લેખ કરી સંસ્થાના વિદ્યાર્થીઓને એમના માંથી પ્રેરણા લેવા આગ્રહ કર્યો હતો . "

ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

વધુમા કેન્દ્રીય મંત્રી રાણેએ ગ્લોબલ આંતરપ્રિન્યોરશિપ મોનિટર ઇન્ડિયા રિપોર્ટ 2020-21 પણ જાહેર કર્યો હતો . ગ્લોબલ આંતરપ્રિન્યોરશિપ મોનિટર ( જીઇએમ ) સર્વે દુનિયામાં ઉદ્યોગસાહસિકતાની કામગીરીનો સૌથી મોટો વાર્ષિક અભ્યાસ છે . જીઇએમ ઇન્ડિયા અભ્યાસ સુસ્થાપિત જીઇએમ રિસર્ચ પદ્ધતિનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવે છે ,

જે તમામ સહભાગી દેશોમાં સાતત્યતા ધરાવે છે અને ઉદ્યોગસાહસિકતાના વિવિધ પાસાઓ પર પ્રસ્તુત વિવિધતાસભર પ્રાથમિક માહિતી આપે છે . અત્યાર સુધી ઇડીઆઇઆઈએ 8 જીઇએમ રિપોર્ટ પ્રસ્તુત કર્યા છે . જીઇએમ ઇન્ડિયા રિપોર્ટ જીઇએમ ઇન્ડિયા કોન્સોર્ટિયમના સહિયારા પ્રયાસોનું પરિણામ છે , જે ભારતીય ઉદ્યોગસાહસિકતાની હાલની સ્થિતિ વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ છે .

લૂમ ટૂ મોલ ' હેન્ડબુક જાહેર કરાઇ

ઇડીઆઇઆઈ વર્તમાન જીઇએમ ઇન્ડિયા ટીમની લીડ સંસ્થા છે . જીઇએમ રિપોર્ટ 2020-21 કોવિડ -19 ની વ્યવસાયોમાં પરિવર્તન અને અસર વચ્ચે દેશમાં ઉદ્યોગસાહગસિકતાની કામગીરી પર ઉદ્યોગસાહસિકતાના પ્રવાહો અને રીતો પર પ્રકાશ ફેંકે છે . આ પ્રસંગે ‘ લૂમ ટૂ મોલ ' હેન્ડબુક પણ જાહેર કરવામાં આવી હતી . ઇડીઆઇઆઈ એચએસબીસી સાથે જોડાણમાં હેન્ડ મેડ ઇન ઇન્ડિયા પ્રોજેક્ટનો અમલ કરે છે .

આ લાભદાયક પ્રોજેક્ટ છે , જેમાં વણકરોની ક્ષમતા ઊભી કરવામાં આવે છે તથા તેમની આવક વધારવામાં આવી છે તથા તેમને ઓડિશા , ગુજરાત , તમિલનાડુ , મધ્યપ્રદેશ અને અસમ રાજ્યોમાં 6 ક્લસ્ટર્સમાં વિવિધ હસ્તક્ષેપો દ્વારા ઉદ્યોગસાહસિકતા વિકસાવવા પ્રેરિત કરવામાં આવ્યાં છે. હેન્ડબુક પ્રોજેક્ટ સંબંધિત હસ્તક્ષેપો અને વણકરોના વિકાસ વિશે જાણકારી આપે છે .

એમએસએમઇના ટેકાથી સંચાલિત ઇડીઆઇઆઈ કેમ્પસ પર નવરચિત સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને ‘ ઇમર્જિંગ ’ , ‘ ગોઇંગ ’ અને ‘ સ્પેશ્યલ જ્યુરી એવોર્ડ ' કેટેગરીમાં સ્ટાર્ટઅપ્સને ગુજરાત સ્ટાર્ટ અપ એવોર્ડ્સ 2021 એનાયત કર્યો હતો .
Published by:Kaushal Pancholi
First published:

Tags: Vibrant gujarat 2022, Vibrant Gujarat Global Summit 2022, અમદાવાદ, ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત