બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયમાં ટેમ્પલ્ મેનેજમેન્ટ ભણો, વિદેશમાં નોકરીની ઉજળી તકો

News18 Gujarati
Updated: August 28, 2019, 2:20 PM IST
બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયમાં ટેમ્પલ્ મેનેજમેન્ટ ભણો, વિદેશમાં નોકરીની ઉજળી તકો
પ્રતિકાત્મક તસવીરક

સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા એક વર્ષનો ટૅમ્પલ મેનેજમેન્ટનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાયો છે, કોર્સ કરનારા કેટલાક વિદ્યાર્થીઓ વિદેશમાં મંદિરો સંભાળે છે.

  • Share this:
જય મિશ્રા, અમદાવાદ : મંદિરોની સ્થાપના વિધિથી લઈને તેની સારસંભાળ સુધીની તમામ પ્રક્રિયા બરોડા સંસ્કૃતિ મહાવિદ્યાલય એક સર્ટિફિકેટ કોર્સ દ્વારા શીખવાડી રહ્યું છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી સંલગ્ન 100 કરતાં વધુ વર્ષ જૂની બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા ટેમ્પલ્ મેનેજમેન્ટના એક વર્ષના સર્ટિફિકેટ કોર્સમાં પ્રવેશની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ કોર્સમાં મંદિરની સ્થાપનાથી લઈ આર્થિક સંચાલન સુધીની તમામ વ્યવસ્થાઓ વિશે શિક્ષણ આપવામાં આવે છે.

શું છે કોર્સ?
દેશ વિદેશમાં અનેક મંદિરોનું નિર્માણ થતું હોય છે. મંદિરના ખાતમહૂર્તથી લઈને આર્થિક વ્યવસ્થાપન અને અન્ય નિત્યક્રમોનું મેનેજમેન્ટ કેવી રીતે થાય તે આ કોર્સમાં શીખવાડવામાં આવે છે. મંદિરોની રૂબરૂ મુલાકાતથી લઈને પ્રેક્ટિકલ વિધિ આ કોર્સમાં શીખવાડવામાં આવે છે.

વિદેશમાં એક લાખ રૂપિયા પગાર મળે છે
આ કોર્સના ડાયરેક્ટર ડૉ.રામપાલ શુક્લાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે મંદિરો તરફથી અમને સૂચન મળ્યું હતું કે વ્યવસ્થાપન સંભાળી શકે તેવા યુવાનોની જરૂરિયાત છે. તેથી અમે યુનિવર્સિટીની વિનંતી કરીને આ કોર્સ શરૂ કરાવ્યો છે. હાલમાં આ કોર્સ કરીને 4 જેટલા યુવાનો વિદેશ ગયા છે તેમને એક લાખ કે તેથી વધુ રૂપિયા પગારમાં મળે છે. કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા પણ મંદિરોમાં કામ કરી રહ્યાં છે.

આ પણ વાંચો :  'ઢબુડી મા' મામલે ભારતી બાપુની પ્રતિક્રિયા : 'પરમાત્યા સિવાય તમારું દુઃખ કોઈ નહીં ભાંગે, ધતિંગોથી દૂર રહો'કોને પ્રવેશ મળી શકે?
ધોરણ 10 પાસ કોઈ પણ વ્યક્તિને પ્રવેશ મળી શકે છે. આ વર્ષે એડમિશન મેળવવા માટે 31-8-2019 સુધી વિદ્યાર્થીઓ બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયની ઑફિસમાં સવારે 10.30થી 1.00 વાગ્યા સુધી સપર્ક કરી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે. આ કોર્સ માટે 30 બેઠકો છે. કોર્સ હિંદી તેમજ ગુજરાતી ભાષામાં શીખવાડવામાં આવે છે.

દરેક મંદિરની સ્થાપનાથી લઈ પૂજાની પ્રક્રિયા અલગ છે
ડૉ.રામપાલ શુક્લાએ જણાવ્યું હતું કે દેવો અને દેવીઓના મંદિરોની સ્થાપનાથી લઈને પૂજા વિધિની અલગ અલગ પ્રક્રિયા હોય છે. મંદિરની સ્થાપના માટે કેવી જમીન જોઈએ. કઈ દિશામાં મંદિર બની શકે, મંદિરનો ઘૂમટ કેવો હોવો જોઈએ? કેટલા સ્થંભ હોવા જોઈએ? મંદિરના ઉત્સવો ક્યા ક્યા હોય છે? વગેરે બાબતોને આવરીને આ કોર્સ તૈયાર કરાયો છે. વિદેશમાં કે દેશમાં મંદિરનું સંપૂર્ણ વ્યવસ્થાપન આ કોર્સ શીખનાર વ્યક્તિ કરી શકે છે.

આ પણ વાંચો : USમાં હિન્દી શીખવાનો ક્રેઝ વધ્યો, જ્યોર્જ વૉશિંગટન યુનિ.માં આજથી ફ્રી કોર્સનો પ્રારંભ

જ્યોતિષનો નિશુલ્ક કોર્સ
બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયમાં જ્યોતિષ તેમજ સંસ્કૃત વિષયવસ્તુનાં નિશુલ્ક વર્ગો સાંજે યોજાય છે. આ વર્ગમાં પણ જો કોઈ વ્યક્તિને પ્રવેશ મેળવી શકે છે.

 
First published: August 28, 2019, 1:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading