અમદાવાદ# અમદાવાદ પૂર્વનાં સાંસદ પરેશ રાવલે આજે કાલુપુર રેલવે સ્ટેશનની ઓચિંતી મુલાકાત લીધી હતી. સ્વચ્છતા તથા મુસાફરોને પડતી હાલાકીને લઈને આ મુલાકાત લીધી હતી. પરેશ રાવલે કાલુપુર રેલવે સ્ટેશનનાં તમામ પ્લેટફોર્મની મુલાકાત કરી હતી.
સ્ટેશન પરના સૌચાલયનું પણ નિરીક્ષણ કર્યું હતુ. કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદ માં મધ્યસ્થ હોવાથી રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા વધારે રહેતી હોય છે. જેને કારણે રેલવે સ્ટેશન પર મુસાફરોની મળી રહેલી સેવાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ.
પરેશ રાવલે રેલવે અધિકારીઓ સાથે આ સંદર્ભે મુલાકાત કરી હતી અને મુસાફરોને હજુ કઈ સેવા ઓમાં વધારો કરવામાં આવે તે અંગે ચર્ચા વિચારના કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર