પ્રણવ પટેલ, અમદાવાદ : વરસાદનાં વિરામમાં રાજ્યમાં અનેક જગ્યાએ રોગચાળો વકર્યો છે. આજે અમદાવાદમાં આજે 48 વોર્ડમાં હેલ્થ વિભાગે વિવધ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. જે બાદ તેઓ ત્યાંનાં સ્થાનિકોને મચ્છરથી કઇ રીતે બચવું તે પણ સમજાવશે. આ દરમિયાન કોર્પોરેશને મચ્છરોનાં બ્રડીંગ અંગે મેટ્રોની કામગીરીનાં વાસણાથી ચાંદખેડાનાં રૂટમાં તપાસ હાથ ધરી હતી. જેમાં બ્રિડીંગ મળતા 3 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. આ પહેલા પણ તેમને બેવાર આ અંગેની નોટિસ આપવામાં આવી હતી પરંતુ ત્યાં કોઇ સુધારો જોવા મળ્યો ન હતો.
આ ઉપરાંત હેલ્થ વિભાગ દ્વારાં કન્સ્ટ્રક્શન સાઇટોનાં બેઝમેન્ટમાં વધુ પ્રમાણમા પાણી ભરાયેલુ જોવા મળ્યુ હતું. તે અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી.
રાજ્યભરમાં મચ્છરોનો ઉપદ્વવ
રાજ્યના મહાનગરોમાં મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. રાજ્યના મહાનગર રાજકોટમાં જ છેલ્લા એક મહિનામાં 21 હજાર કેસો નોંધાયા છે, જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 17 દિવસમાં 1300થી વધુ કેસ નોંધાયા છે. ઉઘાડ નીકળતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. મચ્છરોના કારણે અમદાવાદ શહેરમાં મલેરિયાના 495 કેસો નોંધાયા છે. જ્યારે 13 દિવસમાં ડેગ્યૂના 78 કેસો નોંધાયા છે. રાજકોટ શહેર પણ રોગચાળાના ભરડામાં છે. રાજકોટ શહેરમાં છેલ્લા એક મહિનામાં રોગચાળાના 21 હજાર કેસોં નોધાયા છે. શહેર રોગચાળાના ભરડામાં સપડાતાં તંત્ર સાબદું થયું છે. રાજકોટ શહેરમાં ડ્રેનેજની 3500 ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે. ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાએ ફૂટ, માઉથ, હેન્ડ ડીસીઝ સામે જાગૃતિ પ્રસરાવવા એક માર્ગદર્શિકા બહાર પાડી છે.