મધ્યપ્રદેશના વિદિશામાં ગુજરાતની એક બસને અકસ્માત નડ્યો છે, ઘટનામાં 3 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. જેઓને નજીકની હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મધ્ય પ્રદેશના વિદિશામાં આવેલા સાગર માર્ગ પર નાસિકથી ચિત્રકુટ જતી ગુજરાતની G j 14 Z 0197 નંબરની બસનો અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાનું પ્રાથમિક વિગતમાં બહાર આવ્યું છે. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયાનું કહેવામાં આવી રહ્યું છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર