Home /News /gujarat /2.5 લાખથી વધુ જમા કરાવશો તો આઇટીની નજરમાં, કર ચોરીના કિસ્સામાં 200 ટકા દંડ

2.5 લાખથી વધુ જમા કરાવશો તો આઇટીની નજરમાં, કર ચોરીના કિસ્સામાં 200 ટકા દંડ

500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો રદ કર્યા બાદ સરકારે વધુ એક ચેતાવણી ઉચ્ચારી છે કે બ્લેક મની છુપાવનારાઓને 200 ટકા દંડ ભરવો પડશે.

500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો રદ કર્યા બાદ સરકારે વધુ એક ચેતાવણી ઉચ્ચારી છે કે બ્લેક મની છુપાવનારાઓને 200 ટકા દંડ ભરવો પડશે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો રદ કર્યા બાદ સરકારે વધુ એક ચેતાવણી ઉચ્ચારી છે કે બ્લેક મની છુપાવનારાઓને 200 ટકા દંડ ભરવો પડશે.

સરકારે ઇશારો કર્યો છે કે મોટી ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરાયા બાદ 50 દિવસની અંદર એને બદલી શકાશે. પરંતુ આ સમય મર્યાદામાં 2.5 લાખથી વધુ રોકડ જમા કરાવનાર વ્યક્તિ દ્વારા જમા કરાવેલ રકમ અંગે વિસંગતા જોવા મળશે તો આવા કિસ્સામાં કર અને 200 ટકા દંડ વસુલવામાં આવશે.

રેવન્યૂ સચિવ હસમુખ અઢીયાએ ટ્વિટર પર આ જાણકારી આપી છે. જેમાં તેમણે કહ્યું છે કે, 10 નવેમ્બરથી 30 નવેમ્બર 2016 દરમિયાન બેંક ખાતામાં 2.5 લાખથી વધુ રકમ જમા કરાવનારાઓના ડેટા એકત્ર કરાશે.

ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા આ ડેટાને આઇટી રિટર્ન સાથે મેચ કરાશે અને જો વિસંગતા જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. કર ચોરીના આ કિસ્સામાં કર અને 200 ટકા દંડ વસુલાશે.
First published:

Tags: 1000, 500, 500 1000 રૂપિયા, ભારતીય ચલણી નોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन