Home /News /gujarat /

ગુજરાતમાં ભાજપના 20થી વધુ સ્ટારપ્રચારકો કરશે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર

ગુજરાતમાં ભાજપના 20થી વધુ સ્ટારપ્રચારકો કરશે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર

ભાજપના સ્ટાર પ્રચારકો દ્વારા ઝંજાવતી ચૂંટણી પ્રચાર કરવામાં આવશે

ભાજપ દ્વારા રાજ્યની 26 બેઠકો પર પ્રચારની રણનીતિ તૈયાર કરવામાં આવી છે

  ન્યૂઝ18 ગુજરાતી: ભાજપ દ્વારા રાજ્યની 26 બેઠકો પર પ્રચારની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ભાજપના સ્ટાર પ્રચારકો દ્વારા ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરવામાં આવશે. આવતી કાલથી લઇને આગામી 15 એપ્રિલ સુધી 20 કરતાં વધુ સ્ટાર પ્રચારકો ભાજપનો ચૂંટણી પ્રચાર કરશે.

  ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોય સહિત રાજનાથસિંહ, યોગી આદિત્યનાથ, નિર્મલા સીતારામણ, અરુણ જેટલી, નીતિન ગટકરી વગરે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે. ચૂંટણી પ્રચારમાં રાજ્યની 26 લોકસભા બેઠકો આવરી લેવામાં આવશે અને લોકસભા સીટોના મુખ્ય શહેરોમાં જાહેર સભાઓ યોજાશે. સાથે જ રાજ્યના મંત્રીઓ પણ પ્રચારમાં જોડાશે.

   આવતી કાલે 6 એપ્રિલ ભાજપનો સ્થાપ્ના દિવસ છે, ત્યારે ભાજપના રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાંથી જનસંપર્ક કરી સ્થાપના દિવસની ઉજવણીનો પ્રારંભ કરશે. જ્યારે રક્ષા મંત્રી નિર્મલા સીતારામણ વડોદરા ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન,આણંદ ખાતે મહિલા સંમેલન અને સાયન્સ સીટી ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન સંબોધશે.

  આ પણ વાંચો: આ ચોકીદારે લાલ બત્તીઓ ઉતરાવી ગરીબોના ઘરે વીજળી આપી : મોદી

  ઉલ્લેખનીય છે કે, આગામી 10 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ અને સોનગઢ ખાતે સભા સંબોધશે. જેના માટે ભાજપમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Address, Lok sabha election 2019, Public, ગુજરાત

  આગામી સમાચાર