Home /News /gujarat /

સારા વરસાદથી રાજ્યમાં 18 જળાશયો છલકાયા: 11 જળાશયો માટે એલર્ટ જાહેર

સારા વરસાદથી રાજ્યમાં 18 જળાશયો છલકાયા: 11 જળાશયો માટે એલર્ટ જાહેર

રાજયના કુલ ૧૧ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય ૯ ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે.

રાજયના કુલ ૧૧ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય ૯ ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે.

    અમદાવાદ: રાજ્યમાં વરસાદી માહોલ સાર્વત્રિક જોવા મળી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઉતર અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ૧૪૬ મી.મી. એટલે કે પાંચ ઈંચ જેટલો, મહેમદાવાદ તાલુકામાં ૧૩૮ મી.મી., વઘઈમાં ૧૩૪ મી.મી. અને શહેરામાં ૧૩૦ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

    રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ, શુક્રવાર સવાર સુંધીમાં વ્યાપક વરસાદના કારણે રાજ્યના ૧૮ જળાશયો હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યા છે. કેમ કે, આ જળાશયો સંપૂર્ણ ભરાઇ ગયા છે અને ૧૧ જળાશયો એલર્ટ પર મૂકવામાં આવ્યા છે તેમજ ૯ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.

    રાજ્યમાં નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું પુના, ઉન્ડ-૩ અને ફુલઝર-૧, ભાવનગરનું રોજકી અને બાગડ, ગિર સોમનાથનું મચ્છુન્દ્રી અને હીરણ-૨, જૂનાગઢનું મધુવંતિ, પોરબંદરનું અમીરપુર તાપીનું દોસવાડા રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી, જામનગરનું કંકાવટી અને જૂનાગઢનું અંબાજલ એમ કુલ ૧૮ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

    આ ઉપરાંત રાજયના કુલ ૧૧ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય ૯ ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે.

    ઉતર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૮.૯૦ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૮.૯૦ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૨૭.૦૧ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૦.૦૯ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમાં ૪૪.૩૭ એમ રાજયમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૨.૯૪ ટકા એટલે ૧,૮૩,૩૧૧ મીટર ઘન ફૂટ છે.

    રાજયના કુલ ૨૦૩ જળાશયો પૈકી ૧૪ જળાશયો ૧૦૦ ટકાથી વધુ, ૨૫ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે, ૨૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકા, ૫૦ જળાશયો ૨૫ થી ૫૦ ટકા તેમજ ૯૦ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે. સરદાર સરોવર જળાશયમાં હાલમાં ૧,૩૨,૭૫૨ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિની ૩૯.૭૪ ટકા છે. જયારે રાજયના કુલ ૨૦૩ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૧,૮૩,૩૧૧ એમ.સી.એફ.ટી. છે જે કુલ સંગ્રહ શક્તિના ૩૨.૯૪ ટકા છે.

    જળસંપતિ વિભાગની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે, “હાલમાં સરદાર સરોવર, દમણગંગા, પાનમ, ધરોઈ, ઉકાઈ, સસોઈ, સુખી, વણાકબોરી, દાંતીવાડા, ઓઝત-વિઅર (વંથલી), કડાણા, કેલીયા, હીરણ-૨, પુના, આજી-૨, ઓઝત-વિઅર, ઝુજ, કરાડ, મેશ્વો, શિંગોડા, રાવલ અને રોજકી એમ કુલ ૨૨ જળાશયયોમાં દૈનિક ૧૦૦૦થી વધુ કયુસેક પાણીની આવક થઈ રહી છે.”
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Dam overflow, Heavy rain, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन