દાહોદમાં સેવાની સરવાણી, કોરોના પીડિતો માટે 1400થી વધુ ટિફિન પહોંચાડવામાં આવી રહ્યા છે

દાહોદમાં સેવાની સરવાણી, કોરોના પીડિતો માટે 1400થી વધુ ટિફિન પહોંચાડવામાં આવી રહ્યા છે

કોરોના મહામારી વચ્ચે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને ઘરમાં રહેલા પરિવારજનો માટે જૈન સમાજ દ્વારા ઘરેબેઠા ટિફિન પહોંચાડવાની સેવા શરૂ કરી છે

 • Share this:
  શબીર ભાભોર, દાહોદ : હાલના સમયમાં કોરોનાએ માથું ઉચક્યું છે ત્યારે દાહોદની પણ પરિસ્થિતિ દિવસે દિવસે વણસી રહી છે. દાહોદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલ જિલ્લો છે ત્યારે હાલ કોરોના મહામારીમાં દાહોદની હોસ્પિટલોમાં બંન્ને રાજ્યોના દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે. દાહોદ શહેરના અને બહારના અનેક દર્દીઓ સારવાર હેઠળ છે તો હોસ્પિટલની બહાર પરિવારજનો બેઠેલા જોવા મળે છે તે સિવાય અનેક ઘરમાં આખે આખા પરિવાર કોરોના સંકર્મિત છે. ઘરના સભ્યો ક્વોરન્ટાઇન છે ત્યારે આવા પરિવારજનો માટે સેવાની સરવાણી વહી રહી છે.

  કોરોના મહામારી વચ્ચે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને ઘરમાં રહેલા પરિવારજનો માટે જૈન સમાજ દ્વારા ઘરેબેઠા ટિફિન પહોંચાડવાની સેવા શરૂ કરી છે. જેમાં દરરોજ 1400થી વધુ ટિફિન પહોચડવામાં આવી રહ્યા છે. દાહોદના વેપારી સ્વ. મહેશ ભાઈ ભંડારીનું તાજેતરમાં જ મૃત્યુ થતાં તેમની સ્મૃતિમાં તેમના પુત્ર રીન્કુ ભંડારી દ્વારા કોવિડ દર્દીના પરિવારજનો કે દર્દીઓ તમામ જરૂરિયાતમંદ લોકોને ઘરબેઠા ભોજનની વ્યવસ્થા શરૂ કરી છે.

  આ પણ વાંચો - જોડિયાના લીંબુડા ગામના લોકોએ કોરોનાથી સુરક્ષિત રહેવા કર્યો અનોખો કાર્યક્રમ

  જેમાં શ્વેતાંબર જૈન શ્રી સંઘનો સહયોગ મળ્યો અને  દાહોદ શહેરમાં કોઈપણ સ્થળેથી ફોન દ્વારા જાણ કરતાં જેટલા પણ ટિફિનની જરૂરિયાત હોય તે તમામ લોકોને શ્વેતાંબર જૈન શ્રી સંઘના સભ્યો તેમના ઘર સુધી ટિફિન પહોંચાડે છે. દરરોજ બંને ટાઈમના થઈને 1400થી વધુ ટિફિન લોકોને ઘર સુધી પહોચાડવામાં આવી રહ્યા છે.

  સેવાની સરવાણીમાં દાહોદના અનેક સમાજના અગ્રણીઓ આગળ આવ્યા છે અને આ સંઘને ફંડ આપી સેવા અવિરત ચાલુ રહે તે માટે લોકો સહભાગી બની રહ્યા છે. હાલ 10 દિવસ સુધીનો સંપૂર્ણ ખર્ચ સ્વ.મહેશભાઇના પરિવારજનો કરી રહ્યા છે. ત્યાર બાદ સ્વયંભૂ આવતા ફંડનો ઉપયોગ કરી આ કોરોના મહામારીમાં સેવા ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે.
  Published by:Ashish Goyal
  First published: